મોરબીમાં આપની સંપર્ક યાત્રાનું ૨૧મીએ આગમન : અધિકારીઓ પાસેથી હિસાબ મંગાશે

આપ દ્વારા યોજાયેલી બેઠકમાં સંપર્ક યાત્રા અંગે ચર્ચા વિચારણા તેમજ હોદ્દેદારોની નિમણૂક કરાઈ

મોરબી : મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીની તાજેતરમાં બેઠક મળી હતી. જેમાં આપના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. સાથે ૧૫મીએ સમગ્ર ગુજરાતમાં નિકળનાર સંપર્ક યાત્રા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ યાત્રા ૨૧મીએ મોરબી પહોંચશે. અહીં કલેકટર સહિતના અધિકારીઓ પાસેથી સરકારી ગ્રાન્ટ અને લોકપ્રશ્નોની માહિતી માંગવામાં આવશે.

આમ આદમી પાર્ટીની મોરબી જિલ્લાની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આપની ૧૫મી જાન્યુઆરીએ યોજાનારી સંપર્ક યાત્રા અંગે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત રહેલા પ્રદેશ મહામંત્રી રાજેશ પટેલે સંપર્ક યાત્રા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં આગામી ૧૫મીએ સંપર્ક યાત્રા નીકળવાની છે. આ યાત્રા ૨૧મીએ મોરબી પહોંચશે. જેમાં જિલ્લા તથા તાલુકા લેવલે કલેકટર સહિતના અધિકારીઓ પાસેથી ગ્રાન્ટ અને લોકપ્રશ્નો સહિતની માહિતી માંગવામાં આવશે.

આ બેઠકમાં આપના મોરબી જિલ્લા પ્રમુખ તરીકે ભરતભાઇ બારોટ, જિલ્લા પ્રવક્તા ગોકળભાઈ ભરવાડ, મોરબી શહેર પ્રમુખ પરેશ પારિઆ, તાલુકા પ્રમુખ રાજેશભાઈ હરાણીયા, માળિયા તાલુકા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, ટંકારા તાલુકા પ્રમુખ દામજીભાઈ પટેલ અને વાંકાનેર શહેર પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ બેઠકમાં લોકસભાની ચૂંટણી વિશે પણ ચર્ચા કરાઈ હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en