મોરબીમાં આંગણવાડી કર્મચારીઓનું વિવિધ પ્રશ્ને કલેકટરને આવેદન

- text


માનદવેતન અને પેન્શનની રકમમાં વધારો સહિતના ૨૩ પ્રશ્નોમા ઘટતું કરવાની માંગ

મોરબી : ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આજે મોરબી જીલ્લાની આંગણવાડીની બહેનો કલેકટર કચેરીએ ઉમટી પડી હતી. ત્યાં તેઓએ વિવિધ પ્રશ્નો મુદ્દે મુખ્યમંત્રીને સંબોધીને કલેકટરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યુ હતું. જેમાં માનદવેતન અને પેન્શનની રકમમાં વધારો સહિતના ૨૩ પ્રશ્નોમા ઘટતું કરવાની માંગ કરવામાં આવી હતી.

આવેદનમાં જણાવાયું હતું કે ૧ લાખ જેટલા આંગણવાડી વર્કરો તથા હેલ્પરોની સેવા લેવાતી હોવા છતાં તેઓની સેવાઓ બાબતે કોઈ જ નીતિ-નિયમો ન હોવાના કારણે અનેક વખત અન્યાય થાય છે તેથી સેવાના નિયમો બનાવવામાં આવે, તેમજ પ્રથમ ગુન્હામાં સીધી બરતરફી રોકવામાં આવે. તમામ તાલુકા તથા જિલ્લા કક્ષાએ રાજ્યકક્ષાએ દર ત્રણ માસે ગ્રીવન્સ સેલની પુનઃ રચના કરી નિયમીત બેઠક થાય તે અંગે નિર્ણય કરવામાં આવે.
નવા નિમાયેલ કો-ઓર્ડીનેટરો દ્વારા ખૂબ જ અપમાનજનક – તોછડુ વર્તન આંગણવાડી બહેનો સાથે કરવામાં આવે છે તેઓની કામગીરી ફીકસ કરવામાં આવે.

વધૂમા જણાવાયું હતું કે મોટાભાગની આંગણવાડીઓમાં પીવાના પાણીનો તીવ્ર પ્રશ્ન છે. આંગણવાડીમાં ઈનસ્ટોલ કરાયેલ આર.ઓ. પ્લાન્ટ બંધ હાલતમાં છે તેમજ શૌચાલયોમાં તાત્કાલીક રીપેરીંગ જરૂરી છે. આવેદનમાં માંગણી કરાઇ હતી કે વડા પ્રધાન દ્વારા તા.૧૧ સપ્ટેં.ના રોજ જાહેર કરાયેલ માનદ ભથ્થામાં કરેલ વધારો તાકીદે એરીયર્સ સહીત ચૂકવવામાં આવે.દિલ્હી, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કેરલા, હરીયાણા, પંજાબ,તેલંગાણા, કેરલા, ત્રિપુરા કર્ણાટક, પોંડીચેરી રાજયોમાં આંગણવાડી વર્કર, હેલ્પર તથા મીની આંગણવાડી તમામ આંગણવાડી વર્કર-હેલ્પરોને ત્રીજા ચોથા વર્ગના કર્મચારી ગણવામાં આવે તથા લઘુતમ વેતન ચુકવવામાં આવે તમામને ઓછામાં ઓછું રૂ.૫૦૦૦ પેન્શન ચૂકવવામાં આવે.

- text

નિવૃતિ વય મર્યાદા અન્ય તમામ રાજયોમાં ૬૦ કે ૬૦ થી વધારે છે. ગુજરાતમાં ૬૦ કરવામાં આવે. વર્કરમાંથી સુપરવાઇઝરમાં પ્રમોશનની ૪૫ વર્ષની મર્યાદા દુર કરવામાં આવે. તેમજ સિનિયોરીટી લીસ્ટમાં કરાતા ગોટાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તથા ચકાસણી કરી વાંધા મેળવીને જ સીનિયોરીટી લીસ્ટ ફાઇનલ કરવામાં આવે. તમામને તાત્કાલીક સાડી વિતરણ કરવામાં આવે.બ્લાઉઝની સિલાઇ રૂ.૩૦૦ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text