માળિયાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની વરણી

માળિયા : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ દ્વારા માળીયા શહેરના આપના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં શહેર પ્રમુખ તરીકે શાહુદીનભાઈ મોવરની નિમણૂક કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના માળિયા શહેરના હોદ્દેદારોની નિમણુક કરવાના આવી છે. મોરબી જિલ્લા અધ્યક્ષ ભરતભાઇ બારોટ દ્વારા માળિયા શહેરના આપના પ્રમુખ તરીકે શાહુદીનભાઈ હબીબભાઈ મોવર, ઉપપ્રમુખ તરીકે જુનેશભાઈ સીદીકભાઈ જેઠા, સેક્રેટરી તરીકે આવેશભાઈ હારુનભાઈ કાજી અને વોર્ડ ૩ના પ્રમુખ તરીકે અંજીયાસર નુરમામદભાઈ અલાનભાઈની વરણી કરવામાં આવી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en