જયંતિ ભાનુશાળીની હત્યા મામલે મહિલા સહિત છ વિરુદ્ધ ફરિયાદ

જયંતીભાઈના ભત્રીજાએ છબીલ પટેલ, મનીષા ગૌસ્વામી સહિત છ વિરુદ્ધ નોંધાવ્યો ગુન્હો

મોરબી : કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળી હત્યા કેસમાં મંગળવારે મોડી સાંજે તેમના કટ્ટર વિરોધી ગણાતા છબીલ પટેલ ઉપરાંત તેમના પુત્ર સિદ્ધાર્થ, સાથીદાર જયંતિ ઠક્કર, પત્રકાર ઉમેશ પરમાર, મનીષા ગોસ્વામી અને સુરજિત ભાઉ સહિત છ જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે

પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીને મધ્યરાત્રીના સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનના ફર્સ્ટ એસીના ડબ્બામાં સામખીયાળી નજીક ચાલુ ટ્રેને હત્યા કરી નાખવા મામલે ભાનુશાળીના ભત્રીજા સુનિલ ભાનુશાળીએ છબીલ પટેલ અને મનીષા ગૌસ્વામી સહિત કુલ છ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.