મોરબીમાં ટપક સિંચાય સહાય યોજનામાં ખેડૂતોને પડતી મુશ્કેલી અંગે રજુઆત

- text


ટપક અને ફુવારા પિયત પદ્ધતિના ઉપકરણ પર 12 ટકામાંથી ઘટાડીને 5 ટકા જીએસટી કરવાની માંગ : ખેડુતોની કલેક્ટર મારફત મુખ્યમંત્રીને રજુઆત

મોરબી : રાજ્યની સરકારી ખેડૂતો માટેની મહત્વકાંક્ષી ટપક ફુવારા પધ્ધતિની જીજીઆરસી યોજનામાં ખેડૂતોને કેટલાક નિયમોને કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે.તેથી મોરબીના ખેડૂતોએ કલેકટર મારફત મુખ્યમંત્રીને રજુઆત કરી આ યોજનામાં ખેડૂતોને મહતમ લાભ મળે તે માટે કેટલાક અડચણરૂપ નિયમોની બાદબાકી કરીને યોગ્ય લાભ આપવાની માંગ કરી છે.

મોરબીના નાની વાવડી ગામે રહેતા હરેશ કાનજીભાઈ સંધાણી સહિતના ખેડૂતોએ કલેકટર મારફત મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે,ગુજરાત સરકારે વર્ષ 2005 થી રાજયના ખેડૂતોને ટપક અને ફુવારા પિયત પધ્ધતિની સહાય અને ટેકનોલોજીનો લાભ મળે તે માટે જીજીઆરસી યોજના શરૂ કરી હતી.તેથી ગુજરાતના લાખો ખેડૂતો આ યોજનાનો લાભ મેળવીને પાણીની બચત કરીને સારું ઉત્પાદન કરી રહ્યા છે.આથી હાલ માં ટપક ફૂવારો સિસ્ટમ અપનાવેલ ખેડુતોના જીજીઆરસી નિયુકત એજન્સી દ્વારા ટ્રાયલ રન કરવામાં આવે છે.પરંતુ ગત વર્ષે ઓછો વરસાદ પડવાથી અને પાક પણ પુરો થઈ જવાથી ખેડૂતોને ખેતરમાંથી પાણીની નળીઓ સંકેલી લીધી છે.હવે ખેતરોમાં પાણીની નળી ન હોવાથી ટ્રાયલ રનમાં અધિકારીઓ સાથે ખેડૂતોને સંઘર્ષ થાય છે.ત્યારે ફિઝીકલ વેરીફિકેશન કરવામાં આવે તો આ પ્રશ્ન હલ થઈ શકે તેમ છે.જ્યારે જીજીઆરસીમાં આ યોજનાના લાભાર્થી ખેડુતોને ૭ વર્ષ થયા પછી સહાય મેળવવા માટે યોગ્ય બને તેવો નિયમ હતો.પરંતુ સરકારે આ નિર્ણયમાં ફેરબદલ 70 ટકાથી ઘટાડીને 45 ટકા કરવામાં આવી છે.તેથી આ સહાયમાં 70 ટકા જ રાખવાની માંગ કરી છે.જીજીઆરસીમાં પહેલા એવી સિસ્ટમ હતી કે,જે ખેડૂતો ફુવારા પધ્ધતિ વસાવે તે યુનિટ કોસ્ટની લિમીટ બાકી હોય તે મર્યાદામાં ટપક પધ્ધતિ પણ વસાવી શકતા હતા.પરંતુ હાલના નવા નિયમો મુજબ સ્પ્રિન્લર વસાવેલું ખેડાતો ડ્રિપ સિસ્ટમ વસાવી રાકતા નથી.જેથી ખેડૂતોને પણ બધુ નુકશાન થાય છે.તેથી ફૂવારા વસાવેલા ખેડૂતો તેનું યુનિટ કોસ્ટની લિમિટ બાકી હોય તે મર્યાદામાં ટપક વસાવી શકે તે તાત્કાલીક ધોરણે ચાલ કરવાની માંગ કરી છે.ઉપરાંત ટપક અને ફુવાર પદ્ધતિ ઉપકરણ પર ૧૨ ટકા જીએસટી છે.તેને ધટાડીને 5 ટકા જીએસટી કરવાની માંગ કરી છે

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text