મોરબી જીલ્લાના પશુઓની ગણતરી ટેબ્લેટ દ્વારા કરાશે

- text


આગામી પશુઓની ગણતરી કામગીરી માટે તાલીમ વર્ગ યોજાયો

મોરબી : મોરબી જિલ્લામાં પશુ ગણતરી કરવાની હોવાથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ.ખટાણાના અધ્યક્ષસ્થાને એક મીટીંગ અને તાલીમવર્ગ યોજાયો હતો.

આ મીટીંગ અને તાલીમવર્ગમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ.ખટાણાએ જણાવ્યું હતું કે, ૨૦મી પશુ ગણતરી ઝુંબેશ અનુસંધાને રાષ્ટ્રની વિકાસમાં અને આયોજન માટે દરેકના ડેટા અપડેટ કરવાના હોય છે. અને તેમાં પશુઓના ડેટા ખૂબજ જરૂરી હોય છે. જેથી આ કામગીરીમાં રોકાયેલ ગણતરીકારો ચીવટ પૂર્વક કોઇ પશુ રહિ ન જાય તે રીતે ગણતરી કરે અને શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં રખડતા-ભટકતા દરેક પશુઓની ગણતરી થાય અને આ માટે એકજ સમયે જુદા-જુદા સ્થળે ગણતરીકારો હાજર રહીને ગણતરી કરે જેથી ચોકસાઇથી ગણતરી થઇ શકે તેમ ઉપસ્થિત તાલીમાર્થીઓને તેમણે જણાવ્યું હતું.

- text

નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.જે.ગોહિલે જણાવ્યું કે, ગામડામાં વાડી વિસ્તારમાં જઇને પશુ ગણતરી કરવી જેથી કોઇ પશુ રહી ન જાય.તેની કાળજી લેવા ઉપસ્થિત તાલીમાર્થીઓને જણાવ્યું હતું. નાયબ પુશપાલન અધિકારીશ્રી ડો.ભોરાણીયાએ ૨૦ મી પશુ ગણતરી સંદર્ભે ઉપસ્ર્થિત તાલીમાર્થીઓને આ અંગે માહિતગાર કર્યા હતાં. અને માસ્ટર ટ્રેઇનર દ્વારા તાલીમ આપવામાં આવી હતી. અને આ અંગે નોડલ ઓફિસર-૧, સુપરવાઇઝર-૧૨ (વર્ગ-૨), પશુ ગણતરીકાર-૪૩ સ્ટાફ રોકવામાં આવેલ છે. જયારે ૧ ગણતરીકાર ૪૫૦૦ ઘરે જઇ ગણતરી કરશે અને આ કામગીરી તા.૩૧/૦૩/૨૦૧૯ સુધીમાં પુર્ણ કરવામાં આવશે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text