ટંકારામાંથી બાઇકની ઉઠાંતરી

ટંકારા : ટંકારામા અજાણ્યા તસ્કરો બાઇકને હંકારી ગયા હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારામાં લતીપર રોડ પર આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં પાર્ક કરેલ ડ્રિમ યુગા બાઇક નં. જીજે ૩૬ ઇ ૭૯૦૫ કોઈ અજાણ્યા શખ્સો ઉઠાંતરી કરી ગયા હતા. આ મામલે જયંતિભાઈ મગાભાઈ ઉ.વ. ૪૫ રહે. જોધપર ઝાલા તા. ટંકારાવાળાએ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en