ITનાં દરોડા પછી હવે મોરબીમાં સ્ટેટ GST દ્વારા ૧૦ યુનિટોમાં સઘન તપાસ

- text


તવાઇ ઉતરવાના કારણે સીરામીક નગરીમાં હલચલ

મોરબી: મોરબીમાં આવકવેરાનાં દરોડા પૂર્ણ થયાંને હજુ માંડ કલાકો વીત્યા હશે ત્યાં સ્ટેટ GST નાં દરોડા પાડવાની શરૂઆત થઈ ગઈ છે. મોરબીનાં ૧૦ યુનિટની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મોરબીમાં આવકવેરા દ્વારા ૨ સીરામીક ગૃપમાંથી ૧૨૫ કરોડની ટેક્સ ચોરી ઝડપી છે અને ૩૧ જેટલાં લોકર સીલ કર્યા છે. આવામાં આજે ફરીથી સ્ટેટ GST દ્વારા તપાસ હાથ ધરાઈ હોવાથી મોરબીના ઉદ્યોગોમાં દોડધામ મચી ગઇ છે.

છેલ્લાં કેટલાંક સમયથી CGST, સ્ટેટ GST અને આવકવેરા દ્વારા તપાસો હાથ ધરવામાં આવે છે. આવકવેરાના દરોડા પછી હવે GST દ્વારા ૧૦ જેટલાં સીરામીક યુનિટના સાહિત્ય અને સ્ટોકની ગણતરી કરાય છે. આ તપાસ પછી GST ની ચોરીનો આંક બહાર આવશે એમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text