હળવદ : ઘનશ્યામપુરમાં ગૌવંશ પર એસિડ એટેકથી રોષ

હળવદ : હળવદ તાલુકાના ગોરી ઘનશ્યામપુર ગામ માં ગૌમાતા પર એસિડ એટેક થતા હળવદ પંથક માં ચકચાર મચી જવા પામ્યો છે અને હળવદ તાલુકા માં અવારનવાર આવી રીતે ગૌવંશ પર એસિડ એટેક થતા જીવદયા પ્રેમીઓ માં રોષ ની લાગણી ભભૂકી ઉઠી છે ત્યારે તાજેતર માં જ ગોરી ઘનશ્યામપુર ગામે 1 ગૌમાતા અને 1 નંદી પર એસિડ એટેક થતા ગામ ના સ્થાનિકો દ્વારા શ્રી રામ ગૌશાળા ખાતે જાણ કરાતા શ્રી રામ ગૌશાળા ની એમ્બ્યુલન્સ દ્વારા હળવદ પ્રાથમિક સારવાર કરાવી અને વધુ સારવાર માટે શ્રી યદુનંદન ગૌશાળા એ મોકલવાની કામગીરી હાથ ધરી છે ત્યારે પોલીસ આવા નરાધમ અને અસામાજિક તત્વો ને વહેલી તકે પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી કાયદા નું ભાન કરાવે તેવી લોકમાંગ ઉઠી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en