હળવદ નજીક ઇનોવાએ બાઇકસવાર દંપતીને ફંગોળ્યુ

હળવદ : હળવદ નજીક ઇનોવાએ બાઈકસવાર દંપતીને હડફેટે લેતા બન્નેને ઇજાઓ પહોંચી હતી. બનાવ સંદર્ભે દંપતીના પુત્રએ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ નજીક માળિયા- અમદાવાદ હાઇવે પર જીજે ૦૩ એફડી ૪૪૫૭ નંબરની ઇનોવાએ કારે જીજે ૧૩ આરઆર ૦૮૨૪ નંબરના બાઇકને હડફેટે લેતા બાઈકસવાર દંપતી લક્ષ્મણભાઈ ચાવડા અને જશુબેન ચાવડાને ઇજાઓ પહોંચી હતી.

બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત દંપતીના પુત્ર ધવલભાઈ ચાવડાએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઇનોવાચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en