વાંકાનેરના પાંચદ્વારકામાં સગાભાઈની જમીનના ખોટા દસ્તાવેજથી બારોબાર વેચી નખાઈ

- text


અમદાવાદ રહેતા ભાઈએ ખેડાણ અર્થે જમીન આપી પરંતુ કળયુગી સગોભાઈ આ જમીન હડપ કરી ગયો

વાંકાનેર : વાંકાનેરના પાંચદ્વારકા ગામે એક શખ્સે પોતાના સગાભાઈની માલિકીની જમીનના ખોટા દસ્તાવેજ ઉભા કરીને આ જમીનને બરોબાર વેચી નાખી હોવાનો બનાવ તાલુકા પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામના વતની અને હાલ અમદાવાદ સ્થાયી થયેલા હરિભાઈ પમાભાઈ વાણીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓએ તેમના સગાભાઈ રમેશ પમાભાઈ વાણીયાને ભાઈના નાતે વતનમાં રહેલી જમીન ખેડાણ અર્થે આપી હતી. ત્યારે તેમના ભાઈએ આ જમીનનો ખોટો રેકોર્ડ ઉભો કરીને તેને બરોબાર વેચી દીધી હતી.

- text

આ ફરિયાદના આધારે તાલુકા પોલીસે ખોટો રેકોર્ડ ઉભો કરનાર રમેશ વાણીયા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text