વાંકાનેરના જેપુર ગામે વાડીમાંથી રૂ. ૩.૮૧ લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સો પકડાયા

- text


દારૂનો જથ્થો મોકનાર ચોટીલાના શખ્સ તેમજ ઓરડી ભાડે આપનાર વાડીના માલિક સામે પણ ગુનો નોંધાયો : રૂ. ૬.૮૩ લાખનો મુદ્દામાલ કબજે

વાંકાનેર : વાંકાનેરમા જેપુર ગામેથી મોરબી એલસીબીએ રૂ. ૩.૮૧ લાખની કિંમતનો ૧૨૭૨ બોટલ વિદેશી દારૂ પકડી પાડ્યો છે. આ દારૂના જથ્થા સાથે પોલીસે બે શખ્સોની ધરપકડ પણ કરી હતી. બન્ને શખ્સોની પ્રાથમિક પૂછપરછ કરાતા વધુ એક શખ્સનું નામ ખુલતા પોલીસે ત્રણેય શખ્સો તેમજ ઓરડી ભાડે આપનાર વાડીના માલિક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે મોરબી એલસીબીએ મળેલી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના જેપુર ગામે કેશુભાઈ વાલાભાઈ સરવૈયાની સીમમાં દરોડો પાડીને તેમજ ત્યાં પડેલી કારમાંથી વિદેશી દારૂની ૧૨૭૨ બોટલ કિંમત રૂ. ૩,૮૧,૬૦૦ પકડી પાડી હતી. આ સાથે એલસીબીની ટીમે સ્વીફ્ટ કાર કિંમત રૂ. ૩ લાખ અને મોબાઈલ મળીને કુલ રૂ. ૬,૮૩,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

એલસીબીની ટીમે વિદેશી દારૂના જથ્થા સાથે ધવલ રમેશભાઈ સરવૈયા રહે. રાજકોટ-થોરાળા મૂળ. જેપુર, કરન સુભાષસિંગ ઠાકુર રહે. રાજકોટ વાળાને પકડી પાડ્યા હતા. આ બન્ને શખ્સોની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો મોકનાર અરવિંદ જેશીંગભાઈ પરમાર રહે. ચોટીલાવાળાનું નામ ખુલ્યું હતું. એલસીબીએ દારૂના જથ્થા સાથે પકડાયેલ બે શખ્સો, દારૂ મોકનાર ચોટીલાનો શખ્સ તેમજ ઓરડી ભાડે રાખનાર વાડીનો માલિક કેશુ વાલાભાઈ સરવૈયા રહે. જેપુર વાળા આમ કુલ ૪ આરોપઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવેલ છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text