ટંકારામાં બસ સ્ટેન્ડ માટે અંતે જગ્યાની ફાળવણી

- text


બે દસકાની માંગને અંતે તંત્રએ ન્યાય આપ્યો : ૯૯ વર્ષના ભાડા પેટે રૂ ૧ના ટોકન દરે જગ્યા ફાળવી

ટંકારા : વૈચારિક ક્રાંતિના જનક, મહાન સમાજ સુધારક અને આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભુમી તીર્થધામ જાહેર કરવાની વાત તો દૂર પરંતુ પ્રાથમિક સુવિધા આપવાની માંગ છેલ્લા ઘણા વર્ષોથી પ્રબળ બની હતી તેને સરકાર અને વહીવટીતંત્રે ન્યાય આપ્યો હોય ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમને બસ સ્ટેન્ડ બનાવવા માટે જગ્યા ફાળવવામાં આવી છે ટંકારાને બસ સ્ટેન્ડ માટેની જગ્યા મળી જતા ખુશીની લહેર વ્યાપી છે.

ગુજરાત સરકાર અને મહેસૂલ વિભાગે ટંકારાને રાજકોટ – મોરબી હાઇવે પર પટેલનગર સોસાયટીના આગળના ભાગે સર્વે નંબર ૭૩૬ પૈકીની જમીનમાંથી ૨૬૪૬ ચો.મી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારને બસ સ્ટેન્ડ બનાવવા માટે ૯૯ વર્ષના ભાડા પેટે રૂપિયા ૧ના ટોકન દરેથી ફાળવી દેવામાં આવી છે. જ્યા આવનાર વર્ષમા મુસાફરો માટે બસ સ્ટેન્ડ નિર્માણ પામશે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયની માગણી બાદ ટંકારાના બસ સ્ટેન્ડની જગ્યા મળતા કચ્છ, રાજકોટ, જામનગર, મોરબી, નવલખી જેવા સેન્ટરોમાં અપડાઉન સહેલું બનશે અને જો એસ.ટી.તંત્ર ઝડપથી કામગીરી હાથ ધરે તો આવનાર વર્ષમાં સુંદર મજાનું બસ સ્ટેન્ડ બની તૈયાર થઈ જશે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text