મોરબીના મહિલા પીએસઆઇની બદલી : બે નવા મુકાયા

- text


મોરબી : આજે મંગળવારે મોદી સાંજે રાજ્યના ૩૪૮ પીએસઆઇની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબીના મહિલા પીએસઆઈની અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે વડોદરા શહેરના બે પીએસઆઈની મોરબી જિલ્લામાં નિમણૂક કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ વિભાગ દ્વારા આજે સાંજે રાજ્યના ૩૪૮ પોલીસ સબ ઇન્સ્પેક્ટરના બદલીના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં મોરબીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ધર્મિષ્ઠાબેન ગોસ્વામીની અમદાવાદ શહેરમાં બદલી કરવામાં આવી છે. જ્યારે વડોદરામાં પીએસઆઈ તરીકે ફરજ નિભાવતા જીજ્ઞેશકુમાર ભરતભાઇ ધનેશા અને વિનોદભાઈ રામજીભાઈ શુકલને મોરબીમાં મુકવામાં આવ્યા છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text