મોરબીમાં દારૂ પીને કાર ચલાવતા સહીત ૧૦ પીધેલા પકડાયા

- text


માળિયામા દારૂ ઢીંચેલી હાલતમાં બે ઝડપાયા

મોરબી : મોરબીમાં દારૂ ઢીંચીને જાહેર જગ્યાએ રખડતા ૧૦ શખ્સોને પોલીસે પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે મોરબીમાં દારૂ પીને સર્પાકારે કાર ચલાવતો એક શખ્સ પણ પકડાયો છે. આ સાથે માળીમા પણ દારૂ ઢીંચેલી હાલતમાં બે ઝડપાયા હતા.

મોરબીમાં દારૂ પીને જાહેર રોડ- રસ્તા પર છાંકટા બનતા ૧૦ શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. જેમાં નાની બજારમાંથી સમીરભાઇ વજીરભાઇ બ્લોચ, ઉ.વ.૨૪ ,રહે-નાની બજાર ત્રિકમરાયજીના મંદિર પાસે, માધાપરના આથમણા ઝાપેથી રમેશભાઇ ભાયાભાઇ રાવા, ઉ.વ.૪૨ રહે.મોરબી માધાપર શેરીનં.૧૧ અને સલીમભાઇ ઓસમાણભાઇ અજમેરી, ઉ.વ.૪૫ રહે.મોરબી વાવડીરોડ કારીયા સોસાયટી તેમજ પુનિતભાઇ હર્ષદભાઇ ગોસાઇ ઉ.વ.૩૮, રહે.મોરબી જડેશ્વર મંદીરની સામે મહેન્‍દ્રપરા, ત્રાજપર ખારી ચોરા પાસેથી મુકેશભાઇ બીજલભાઇ દારોદરા રહે.ત્રાજપર ખારી ચોરા પાસે, રોહિદાસપરામાંથી અકબરભાઇ જુમાભાઇ સુમરા ઉ.વ.૩૭ રહે. મદીના સોસાયટી અને ગોવીંદભાઇ હરીભાઇ સારેસા ઉ.વ.૪૦ રહે વીશીપરા, માળિયા ફાટક પાસેથી અકબરભાઈ હાજીભાઇ મોવર ઉ.વ.૩૫ રહે. ઇન્દીરાનગર, લાતી પ્લોટમાંથી પ્રવિણભાઇ મગનભાઇ સરવૈયા ઉ.વ.૪૦ રહે.મોરબી જોન્‍શનગર તેમજ રફાળેશ્વર ફાટક પાસેથી રતીલાલ વેલજીભાઇ કુરીયા ઉ.વ.૩૬ રહે.નવા મકનસરવાળાને પોલીસે પકડી પાડ્યા હતા.

- text

આ સાથે મોરબી નજીક રફાળેશ્વર ફાટક પાસે દારૂ પીધેલી હાલતમાં સર્પાકારે કાર ચલાવતા રજનીશભાઇ મનહરભાઇ ફેફર ઉ.વ.૩૪ રહે. રવાપર રોડ નરસંગ ટેકરી પાસેને તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા. ઉપરાંત માળિયા પોલીસે ભીમસર ચોકડી પાસે પીધેલી હાલતમાં કાર લઈને જતા ધનશ્યામસિંહ સાંતુભા ગોહીલ ઉ.વ.૩૮ રહે.તણસા તા.ઘોઘા જી. ભાવનગર તેમજ હરદેવસિંહ લાલુભા ઝાલા ઉ.વ.૫૫ રહે. ફુલગલી,ધાંગધ્રા,જી.સુરેંદ્રનગરવાળાને પીધેલી હાલતમાં પકડી પાડ્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text