માળીયા ઉચાપત કેસમાં કેસમાં તત્કાલીન ચીફ ઓફિસર સહિત 9 આરોપીઓ જેલહવાલે

- text


તત્કાલીન ચિફ ઓફિસરના બેક એકાઉન્ટ અને લોકરને સિલ કરાયા

મોરબી : માળીયા પાલિકા રૂ 1.12 કરોડના ઉચાપત કેસમાં તત્કાલીન ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ સહિતના 9 આરોપીઓના આજે એક દિવસના રિમાન્ડ પુરા થતા કોર્ટે આ તમામ આરોપીઓને જેલહવાલે કર્યા છે. જ્યારે એ.સી.બી.એ રિમાન્ડ દરમ્યાન તત્કાલીન ચિફ ઓફિસરના સુરેન્દ્રનગર નિવાસ સ્થાને સર્ચ કરીને તેના બેક એકાઉન્ટ તથા લોકર સિલ કરી ઓરિજિનલ રેકર્ડ સાહિત્ય કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા નગરપાલિકામાં ગતતા.18 એપ્રિલથી 13 મેં દરમ્યાન ચીફ ઓફિસર તરીકેના ચાર્જમાં રહેલા મામલતદાર એમ.એમ.સોલંકી અને તત્કાલીન પાલિકા પ્રમુખ અબ્દુલભાઇ હુસેનભાઈ મોવરે અન્ય પાલિકાના કરાર આધારીત કર્મચારીઓ સાથે મળીને રૂ 1.12 કરોડની ઉચાપત કરી હોવાનો ભાંડફોડ થતા એ.સી.બી.એ આ બન્ને ઉપરાંત સલમાન હુશેન સંઘવાણી, નૂરમામદ અબ્દુલા ભટ્ટી, દિલાવર ઇસુબ જામ, હનીફ જુસબ કટિયા, અલ્લારખા ઓસમાણ જેડા, પોપટ દેવજી ધોળકિયા, સામે ગુનો નોંધી આ નવેય આરોપીની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ પર લીધા હતા.આ અંગે એ.સી.બી. અધિકારી સુરેજએ જણાવ્યું હતું કે આ નવેય આરોપીના એક દિવસના રીમાંન્ડ પુરા થતા આજે ફરી કોર્ટમાં રજૂ કરાયા હતા.અને કોર્ટે નવ આરોપીને જેલહવાલે કરવાનો આદેશ કર્યો હતો.અને ઉચપતની રકમ કોના ખાતામાં જમા થઈ તે બહાર લાવવા માટે તત્કાલીન ચીફ ઓફિસરના સુરેન્દ્રનગર ખાતેના નિવાસસ્થાને સર્ચ કર્યું હતું અને તેમના બેક એકાઉન્ટ તથા લોકરને સિઝ કરીને ઓરિજન રેકર્ડ સાહિત્ય કબજે કરવા અને ફરાર થયેલો 10મો આરોપીને ઝડપી લેવા તપાસ ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

 

- text