માળિયા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત : ત્રણ ગંભીર

માળિયા : માળિયા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં ત્રણને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયા મિયાણા પાસે મચ્છુ નદીના પુલ ઉપર એક કાર અને રીક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર સાથે ગંભીર અકસ્માત બન્યો છે. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા તુરંત તેઓને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. જેમાં રીક્ષા ચાલક મહમદ હનીફ મોવર અને ઉમર વલીમામદ કટિયા તેમજ એક અજાણ્યા યુવાનને ગંભીર ઇજા પોહ્ચ્તા તમામને વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા છે. જયારે બનાવની જાણ થતા માળીયા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

 

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en