કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેને હત્યા : માળીયા મિયાણા લાશ સોંપાઈ

રાત્રીના બે વાગ્યે ચાલુ ટ્રેને હત્યારાઓએ ગોળીબાર કરી મોતને ઘાટ ઉતાર્યા

મોરબી : અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઇ ભાનુશાળીની મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ ગોળી મારીને હત્યા કરી દેવામં આવી છે. કચ્છના સામીખિયાળી પાસે ચાલું ટ્રેનમાં કઇ અજાણ્યા સખ્શોએ જયંતિ ભાનુંશાળીને ગોળી મારી તેમની હત્યા કરી દીધી છે. લાશને રેલવે પોલીસ માળિયા મીયાણા ખાતે સોંપવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભાજપના કદાવર નેતા અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે જેઓ કચ્છથી મુંબઇ જઇ રહ્યા હતાં તે દરમિયાન કેટલાક અજાણ્યા સખ્શો ટ્રેનમાં સવાર થયા હતા અને તેમના પર ગોળીઓ ચલાવી હતી અને જયંતિભાઇનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

ગુજરાત ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના ભૂતપૂર્વ ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળીના કથિત સેક્સ કૌભાંડમાં તેમનું નામ આવ્યું હતું આ મામલે તેમની સીડી બહાર આવતા ચકચાર મચી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en