જયંતી ભાનુશાલી હત્યા કેસમાં એકની પૂછપરછ : તપાસ માટે SITની રચના કરાશે

- text


મોરબી : કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના દિગ્ગજ નેતા જ્યંતીભાઈની બે ગોળી ધરબી દઈ ચાલુ ટ્રેને હત્યા કરવા મામલે પોલીસે હાલ તેના સાથી મુસાફર પવન મોરી નામના શખ્સને અટકાયતમાં લઈ પૂછપરછ શરૂ કરી હોવાની વિગતો સાંપડી રહી છે.

અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની મધરાત્રે સયાજીનગરી એક્સપ્રેસમાં ભુજથી અમદાવાદ જતાં હતા. તે સમયે માળિયા પાસે અજાણ્યા શખ્સોએ ફર્સ્ટ ક્લાસ AC (H1) કોચમાં ઘુસીને તેમના પર ફાયરિંગ કર્યું હતું. જેને પગલે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાની તપાસ કરવા માટે રેલવે દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. તો હત્યાના બનાવમાં પવન મોરી નામના વ્યક્તિની અટકાયત કરી છે. તેને અમદાવાદ લાવી પુછપરછ હાથ ધરાશે.

ટ્રેનના કોચને અમદાવાદ લઈ જવાયો
મોરબી : પૂર્વ ધારાસભ્ય જયંતીભાઈ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં હત્યા બાદ સયાજીનગરી એક્સપ્રેસને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન લાવવામાં આવી હતી.જ્યાં H1 એસી કોચને ટ્રેનથી અલગ કરવામાં આવ્યો હતો. રેલવે પોલીસ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર કોચની તપાસ કરવામાં આવી હતા. ટ્રેનમાં કેટલા પેસેન્જર અને કોણ કોણ પેસેન્જર બેઠા હતા. તેની પણ પોલીસે તપાસ શરૂ કરી હતી.

- text

જયંતીભાઈની હત્યા દુઃખદ : મુખ્યમંત્રી રૂપાણી
મોરબી : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જયંતી ભાનુશાળીની હત્યાને દુઃખદ ગણાવી જણાવ્યું હતું કે, આ ઘટનાના મૂળ સુધી જઈ ત્વરિત કાર્યવાહી કરીને ગુનેગાર સામે કડકમાં કડક પગલાં લેવા રેલવે પોલીસ, આર પી એફ અને જિલ્લા પોલીસને રાજ્ય સરકારે સૂચના આપી છે.

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં કોંગ્રેસની આકરી પ્રતિક્રિયા
મોરબી : જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા લલિત વસોયાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું છે કે, જયંતિ ભાનુશાળીની હત્યા રાજકીય અદાવત છે. હરેન પંડ્યાની જેમ જ ભાનુશાળીની હત્યા કરાઈ છે. આ સાથે જ કોંગ્રેસે એવી પણ શંકા વ્યક્ત કરી છે કે, જયંતિભાઈ કયા રાઝ જાણતા હતા કે હત્યા થઈ થઇ ગઇ, શું નલિયા કાંડના રાઝ જયંતિભાઈ જાણતા હતા? પૂર્વ ધારાસભ્ય સલામત નથી તો અન્યની સુરક્ષાનું શું આ ભાજપ સરકાર શું કરશે? તેવો આરોપ પણ લલિત વસોયાએ અંતમાં લગાવ્યો હતો.

 

- text