મોરબીમાં ટ્રાન્સપોર્ટ ઓફિસોમાં જીએસટી સર્ચ યથાવત

- text


મોરબી : મોરબીના મોટા ગજાના ૧૦ ટ્રાન્સપોર્ટરને ત્યાં જીએસટીનો સર્વે બે દિવસથી યથાવત ચાલુ રહ્યો છે અને આ સર્ચ ચાર વર્ષ અગાઉ પાડવામાં આવેલ દરોડાનું ફોલોઅપ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

મોરબીમાં ઇન્કમટેક્સના દરોડા બાદ કબૂતર બીલનું જબરું રેકેટ પકડાતા અચાનક જ જીએસટી દ્વારા ૧૦ મોટા ગજાના ટ્રાન્સપોર્ટરોને ત્યાં સર્ચ શરૂ કરાતા અનેક તર્ક વિતર્ક જાગ્યા છે જેમાં બે દિવસથી સર્ચ યથાવત ચાલુ રખાયું છે અને આ કાર્યવાહી મોરબી ઉપરાંત જામનગર અને કચ્છમાં પણ ચાલુ હોવાનું બહાર આવ્યું છે.

- text

બીજી તરફ જીએસટી દ્વારા આ દરોડા અંગે મગનું નામ મરી પડાયું નથી પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચાર વર્ષ પૂર્વે કરવામાં આવેલી કાર્યવાહીના ફોલોઅપ રૂપે આ સર્વે ચાલી રહ્યો હોવાનું જણાવ્યું હતું.

- text