ટંકારા : એલઆરડી પરીક્ષા દરમિયાનની પોલીસની સરાહનીય કામગીરી

ટંકારા પીએસઆઇ બહારગામથી આવેલા પરિક્ષાર્થીને પરેશાની ન થાય માટે સતત ખડેપગે રહ્યા : ટંકારા સામાજિક કાર્યકરો પણ સુંદર ફરજ નિભાવી

ટંકારા : ટંકારમાં રવિવારે લેવાયેલી લોક રક્ષક દળ ની પરીક્ષામાં પોલીસની પણ પરીક્ષા હોય તેવું જોવા મળ્યું હતું. સવારથી જ પોલીસ દ્વારા કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે તમામ પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ટંકારા પોલીસ મથકે પરીક્ષાર્થીઓને પરત જવા માટે કોઈ પરેશાની ન થાય એ હેતુથી બસ સ્ટેન્ડ ઉભુ કરાયું હતું.

આ બધી ઘટના મા ટંકારા ઈ. ચા. પીએસઆઈ જાડેજાએ તમામ નું ધ્યાન ખેંચ્યું હતું. સવારથી જ તમામ એલ આર ડી ના પરીક્ષાર્થી ની વ્યવસ્થા સ્થળ તપાસ કરવા દોડતા રહ્યા હતા.

તદ્ઉપરાંત ટંકારા પાસ ના સોશિયલ મિડીયાના ગપી પાટીદાર, નિલેશ જૈન વિધાથી સંગઠન અને કષ્ટભંજન હનુમાનના પિલુમહારાજે ભારે જહેમત ઉઠાવી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en