દિવ્યાંગોને સાધન સહાય સાથે ભારત વિકાસ પરિષદની મોરબી શાખાના પ્રારંભ

- text


 જન સેવા પ્રભુ સેવાના ઉદેશને કાયમી સાથે રાખવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો

મોરબી : ગુજરાતની જાણીતી સંસ્થા ભારત વિકાસ પરિષદની મોરબીમાં રવિવારના રોજથી નવી શાખા શરુ કરવામાં આવી હતી આ સંસ્થાની ગુજરાતભરમાં ૭૨ શાખા અને સૌરાષ્ટ્રમાં ૨૦ શાખા કાર્યરત છે સામાન્ય રીતે જરૂરિયાત મંદ લોકોને કોઈને કોઈ પ્રકારે સહાય આપવામાં માટે સ્થપાયેલી આ સંસ્થાની મોરબીમાં ૭૩મી શાખાનો પ્રારંભ દિવ્યાંગ લોકોને જરૂરી સાધન સહાય વિતરણ કરવાથી કરાયો હતો.

અગાઉ મોરબીના પટેલ કન્યા કેળવણી મંડળની સંસ્થામાં દિવ્યાંગ લોકોની નોધણી કરી તેમને જરૂરી એવી ટ્રાઇસિકલ,વ્હીલચેર કૃત્રિમ પગ અને હાથ સહિતના સાધનોના માપ લીધા હતા અને આ દરમિયાન અંદાજે ૪૦૦થી વધુ દિવ્યાંગની નોધ થયા બાદ આજે ભારત વિકાસ પરિષદની નવી શાખાના પ્રાંરભ પ્રસંગે જરૂરીયાત મંદ દિવ્યાંગને ટ્રાઇસિકલ,વ્હીલચેર,કૃત્રિમપગ,સાધનો સહિતનાં સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘસંચાલક જયંતીભાઈ ભાડેસીયા,ભારત વિકસ પરિષદ સૌરાષ્ટ કચ્છના પરમુખ ડો તેજસભાઈ પુજારા,કાર્યકારી પ્રમુખ પ્રફુલભાઈ ગૌસ્વામી,મોરબીના શાખા સંયોજક રવિન્દ્રભાઈ ત્રિવેદી,હરેશભાઈ બોપલીયા સહિતના હાજર રહ્યા હતા.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text