મકનસર પાંજરાપોળના સવા લાખ વૃક્ષો અને પશુઓ બચાવવા નર્મદાના નીર આપો

- text


મોરબી મકનસર પાંજરાપોળને નિભાવવા અગ્રણી ઉદ્યોગપતિઓને ટહેલ

મોરબી : એક સમયે ભેંકાર અને બંજર ભાસતા મોરબીના મકનસર નજીક આવેલા પાંજરાપોળની કાયાપલટ થઈ ગઈ છે અને ૪૨૦૦થી વધુ અબોલજીવ આશ્રય લઈ રહ્યા છે ત્યારે ૩૨૦૦ વિઘા જમીનમાં નંદનવન સમાં બની ગયેલા પાંજરાપોળને અછતના વર્ષમાં હેમખેમ બહાર કાઢવા નર્મદાના નીર આપવા માંગ ઉઠવામાં આવી છે.

મોરબીના મકનસર નજીક આવેલ વિશાળ પાંજરાપોળનું સંચાલન હાલ ઉધોગપતિ વેલજીભાઈ બોસ કરી રહ્યા છે અને ૩૨૦૦ વિઘા જમીનમાં નંદનવન સમાન વન ઉભું કરી ૪૨૦૦ અબોલ જીવોનો નિભાવ કરવામાં આવી રહ્યો છે.પરંતુ આ વર્ષે વરસાદની કમી ને કારણે પાંજરાપોળમાં પશુધનનો નિભાવ કરવો મુશ્કેલ બનવાની સાથે સવા લાખ જેટલા વૃક્ષને બચાવવા પાણીની તાતી જરૂરત ઉભી થતા આજરોજ પાંજરાપોળ સંચાલકો દ્વારા જિલ્લા કલેકટર અને અગ્રણી ઉદ્યોગપતિઓ અને રાજકીય મહાનુભાવો સાથે ગેટ ટુગેધર યોજી પાંજરાપોળની સ્થિતિ અંગે વાકેફ કરવામાં આવ્યા હતા.

આ તકે પાંજરાપોળ સંચાલક વેલજીભાઈ બોસે સિરામિક ઉદ્યોગપતિઓને આગામી ઉનાળામાં પશુધનના નિભાવ માટેના ખર્ચમાં એકાદ કરોડની ખાધ પડે તેમ હોય યુનિટ પ્રમાણે મદદ કરવા ટહેલ કરી હતી.

આ ઉપરાંત આ કાર્યક્રમના મુખ્ય અતિથિ એવા જિલ્લા કલેકટર આર.જે.માકડીયા સમક્ષ પાંજરાપોળ દ્વારા ૩૨૦૦ વિઘા જમીનમાં નંદનવન સમાં ભાષી રહેલા સવા લાખ વૃક્ષને જાળવવા માટે પાણીની તાતી જરૂરત હોય નર્મદાના નીર આપવા મંચ ઉપરથી અપીલ કરતા જિલ્લા કલેકટર માકડીયાએ આ બાબતની ગંભીર નોંધ લઈ સરકારમાં ખાસ કિસ્સામાં રજુઆત કરી શકય એટલી તમામ મદદની ખાતરી આપી હતી.

- text

પાંજરાપોળના આ ગેટ ટુગેધર કાર્યક્રમમાં જિલ્લા કલેકટર આર.જે.માકડીયા, સિરામિક એસો.મુકેશ ઉઘરેજા, કિરીટ પટેલ, કિશોર ભલોડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, નગર પાલિકા પ્રમુખ કેતન વિલપરા, સીમ્પોલો ગ્રુપના ઠાકરશીભાઈ અઘારા, બેચરભાઈ હોથી, રામજીભાઇ દેત્રોજા સહિતના અગ્રણી ઉદ્યોગપતિઓ અને પાંજરાપોળના ટ્રસ્ટીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને પાંજરાપોળને જાળવણી માટે તમામ મદદની ખાતરી આપી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text