રાજકોટને એમ્સ મળતા વડાપ્રધાન, મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા રાઘવજીભાઈ ગડારા

એમ્સ ને કારણે સૌરાષ્ટ્રને મોટો ફાયદો : મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ

મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટને એમ્સ હોસ્પિટલ મંજુર કરતા મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા દ્વારા વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરી એમ્સને કારણે સૌરાષ્ટ્રને મોટો ફાયદો મળનાર હોવાનું જણાવ્યું હતું.

મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજકોટ ખાતે એમ્સ હોસ્પિટલને મંજુરી આપવામાં આવેલ છે. રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું હબ છે. રાજકોટ ખાતે એમ્સ ને મંજુરી મળતા સમગ્ર સૌરાષ્ટ્રના લોકોને આરોગ્યની સુવિધાઓ પ્રાપ્ત થશે.

જો કે, રાજકોટ કોંગ્રેસના કેટલાક લોકો એમ્સ બાબતે ભાજપ ઉપર ખોટા આક્ષેપો કરતા હતા. પરંતુ એમ્સ મંજૂર થતાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ આક્ષેપો ખોટા સાબિત થયા છે. તેમજ સૌરાષ્ટ્રના લોકો ની પણ એમ્સ બને તેવી માંગણી હતી. જે માંગણી વડાપ્રધાન દ્વારા સંતોષકારક રીતે સ્વીકારી એમ્સ ને મંજૂરી આપવામાં આવેલ છે. જે બદલ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રાઘવજીભાઇ ગડારા દ્વારા સમગ્ર મોરબી જિલ્લા ભાજપ પરિવાર વતી વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સાંસદ મોહનભાઇ કુંડારિયા તેમજ કચ્છ ના સાંસદ વિનોદભાઇ ચાવડાને આભાર સાથે અભિનંદન પાઠવ્યા છે.