મોરબી જિલ્લામાં બે કલાકના વાહન ચેકીંગમાં બે દારૂડિયા સહિત ૧૩૨ વાહન ચાલકો દંડાયા

કુલ ૪૦૫ વાહન ચેકીંગ કરી ૧૯ વાહનો ડિટેઇન : રૂ.૨૨૩૫૦ દંડ વસુલાયો

મોરબી : ગઈકાલે રાત્રે મોરબી જિલ્લામાં તમામ પોલીસ મથકોમાં વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ ૪૦૫ વાહન ચેક કરી નિયમભંગ બદલ ૧૯ વાહનો ડિટેઇન કરી બે દારૂડિયાને પણ નશો કરી વાહન ચલાવતા પકડી લેવાતા હતા અને કુલ મળી ૧૩૨ વાહન ચાલકો સામે કેસ કરી રૂ.૨૨૩૫૦ દંડ વસુલ કરવામાં આવ્યો હતો.