મોરબી : હોટલ, દુકાનમાં તોડફોડ કરી યુવાનને માર માર્યો

- text


મોબાઇલની દુકાને રિચાર્જ કરવા બાબતે ઝઘડો થતા ઉશ્કેરાયેલા શખ્સે આંતક મચાવ્યો

મોરબી : મોરબીના નવી ટિબડી ગામે આવેલી મોબાઇલની દુકાને રિચાર્જ કરવા બાબતે ઝઘડો થવાથી ઉશ્કેરાયેલા એક શખ્સે દુકાન તથા બાજુની હોટલમાં તોડફોડ કરીને આંતક મચાવ્યો હતો તેમજ દુકાનદાર યુવાનને માર મારીને તેનું બાઇક ત્યાંજ છોડીને પોબારા ભણી ગયો હતો.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર મોરબી માળીયા નેશનલ હાઇવે પર આવેલ નવી ટિબડી ગામે પાસેની આનંદ હોટલની બાજુમાં રહેતા અને મોરબી માળીયા હાઇવે પર જય ચિતોડ હોટલની બાજુમાં મોબાઇલની દુકાન ધરાવતા રમજાન ઉસમાનભાઈ પઠાણ (ઉ.વ.19)એ તે જ ગામમાં રહેતા અરવિંદ અવચરભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી કે, તે ગઈકાલે બપોરના સમયે પોતાની દુકાને હતો .તે સમયે આરોપી અરવિંદ વાઘેલા પોતાનું મોટરસાઇકલ લઈને તેની દુકાને મોબાઇલમાં રોચાર્જ કરવા આવ્યો હતો અને રિચાર્જ કરવા બાબતે માથાકૂટ થતા ઉશ્કેરાયેલા આ અઓપીએ મિજાજ ગુમાવીને તેમની દુકાનમાં પીન્ટર સહિતની વસ્તુઓમાં કુહાડી મારીને તોડફોડ કરી હતી અને દુકાનમાં રહેલા વ્યક્તિઓને ગાળો આપી દુકાનદાર યુવાનને ઢીકાપાટુનો માર મારી માર હતો. આરોપી વધુ ઉશ્કેરાઈને દુકાનની બાજુમાં આવેલી ગોવિદભાઈની જય ચિતોડ હોટલમાં તોડફોડ કરીને રીતસરનો આંતક મચાવીને તેનું બાઇક ત્યાંજ મૂકીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ દુકાનદાર યુવાને તેની સામે હુમલો કર્યાની તથા દુકાનમાં રૂ.32 હજારનું નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આ અંગે ગુની નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text