મોરબી પાટીદાર શિક્ષક સમાજનું સ્નેહમિલન અને ચિંતન બેઠક યોજાઈ

મોરબી : મોરબીના શિક્ષકશ્રી શૈલેષભાઇ ધાનજા,સંદિપ આદ્રોજા અને રમેશભાઈ જાકાને મોરબી પાટીદાર શિક્ષક સમાજની રચના કરવાનો દિવ્ય વિચાર આવતા આ વિચારને કાર્યાન્વિત કરવા માટે 29 ડિસેમ્બરના રોજ પસંદીત પાટીદાર શિક્ષકોની રવાપર તાલુકા શાળા મુકામે બેઠક મળી હતી. આ બેઠકમાં સર્વાનુમતેથી નક્કી થયા મુજબ મોરબી તાલુકામાં ફરજ બજાવતા પાટીદાર શિક્ષકો માટે ‘મોરબી પાટીદાર શિક્ષક સમાજ’ની રચના કરી ‘હું’ નહિ ‘આપણે’ ની ભાવનાને સાકારીત કરવી તેમજ દર મહિનાના પ્રથમ શનિવારે મોરબી પાટીદાર શિક્ષક સમાજની બેઠક કરવી. આ સામાજિકતા સભર વિચારની શુભ શરૂઆત અર્થે તા.5 જાન્યુઆરીના રોજ મોરબીના પાટીદાર હોલ ખાતે મોરબી પાટીદાર શિક્ષક સમાજનું સ્નેહમિલન યોજાયું હતું.

મોરબી તાલુકામાં સર્વિસ કરતા આશરે 390 પાટીદાર શિક્ષકો ભાઈઓની સામાજિકતા અને સંગઠનાત્મક ભાવનાના વિકાસ અર્થે આ સ્નેહમિલનનું આયોજન થયું.આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં પાટીદાર શિક્ષકો જોડાયા.આ કાર્યક્રમ અંતર્ગત પાટીદાર શિક્ષક કલબની પણ રચના કરવામાં આવી.આ કાર્યક્રમમાં મોરબીની સ્વરાંગન સંગીત સંસ્થાના શ્રી હંસરાજભાઈ ગામી, મોરબીના શિક્ષણ અગ્રણી શ્રી પી.ડી.કાંજિયા તેમજ મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી સંદીપભાઈ આદ્રોજા તરફથી ઉપસ્થિત સર્વે પાટીદાર શિક્ષકોને સરદાર પટેલના ફોટા એનાયત કરવામાં આવ્યા.આર્ટે વિટે લિમિટેડના શૈલેષભાઇ ધાનજા તરફથી સૌ શિક્ષકો અને મહેમાનો માટે ભોજન વ્યવસ્થા પૂરી પાડવામાં આવી.પાટીદાર હોલના માલિક શ્રી ટીનાભાઈ લોરીયા દ્વારા ફ્રી ઓફ હોલ આપવામાં આવ્યો.આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખશ્રી શૈલેષભાઇ બી.સાણજા,ઉમિયા સર્વિસ કલાસ ફોરમના પ્રમુખ ડો.ભાવેશભાઈ જેતપરિયા,મોરબીના શિક્ષણ અગ્રણી અને નવયુગ પરિવારના શ્રી પી.ડી.કાંજીયા,ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો.જયેશ પનારા,શિક્ષણ અગ્રણી અને ઉમિયા માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી મહેશભાઈ સાદરિયા,ઉમિયા માતાજી મંદિર સીદસરના સભ્ય અને પાટીદાર અગ્રણી અને સામાજિક કાર્યકર એ.કે.પટેલ,મોરબી સેલ્ફ ફાઈનાન્સ શાળાઓના પ્રમુખ મનોજભાઈ ઓગણજા,પાટીદાર પત્રકાર શ્રી શ્રીકાંત પટેલ સર્વે ખાસ ઉપસ્થિત રહયા અને પ્રેરક શુભેચ્છા પાઠવી.સર્વે મંચસ્થોનું ભગવત ગીતા અને સરદાર પટેલ સાહેબના ફોટા દ્વારા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક કમલેશ દલસાણીયાના હસ્તે સ્વાગત થયું.સંદીપભાઈ આદ્રોજા દ્વારા સ્વાગત પ્રવચન થયું.મોરબી કલેકટરશ્રી આર.જે.માકડીયા,ઓરપેટ ગ્રૂપના પ્રવીણભાઈ ઓ.પટેલ,પાટીદાર સંસ્થાઓના હોદ્દેદારો,સીરામીક એસોસિએશનના હોદેદારો તરફથી મોરબી પાટીદાર શિક્ષક સમાજને આ કાર્યક્રમ બદલ શુભેચ્છા પાઠવવામાં આવી.નવયુગ કેરિયર એકેડમી તરફથી સૌ શિક્ષકોને એજ્યુકેશન બેગ અર્પિત કરવામાં આવી.સાથે સાથે આ ગ્રુપ દ્વારા બનાવેલ સરદાર પટેલના જીવનસૂત્રોના સ્ટીકર તેમજ બાઈક અને કાર માટેના સ્ટીકરો એનાયત થયા. આ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ સેવા વર્ગ 2 ની પરીક્ષા સમગ્ર રાજ્યમાં તૃતીય સ્થાને પાસ કરવા બદલ શ્રી પરેશભાઈ એમ.દલસાણીયાનું ખાસ સન્માન કરવામાં આવ્યું.હર્ષદભાઈ મારવાણીયા દ્વારા આભાર દર્શન થયું.શૈલેષ ઝાલરીયા દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન થયું.આ સ્નેહમિલન અને ચિંતન બેઠકને સફળ બનાવવા માટે મોરબી પાટીદાર શિક્ષક સમાજના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી.