મોરબી જિલ્લામાં લોકરક્ષકની પરીક્ષા માં ૧૨૬૨૫ ઉમેદવારો હાજર

૪૦૮૫ ઉમેદવારો લોકરક્ષક દળની પરીક્ષામાં ગેરહાજર !

મોરબી : મોરબી જિલ્લામાં આજે યોજાયેલ લોકરક્ષક દળની પરીક્ષામાં અન્ય જિલ્લામાંથી પરીક્ષા આપવા આવેલા યુવાનો પૈકી ૪૦૮૫ ઉમેદવારો ગેરહાજર રહેતા આશ્ચર્ય સર્જાયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ લોકરક્ષક દળની લેખિત પરીક્ષા માટે મોરબી જિલ્લામાં ચાપતા બંદોબસ્ત વચ્ચે મોરબી, હળવદ, વાંકાનેર અને ટંકારા ખાતે જુદા – જુદા કેન્દ્રો ઉપર પરીક્ષા યોજવામાં આવી છે જેમાં કુલ ૧૬૭૧૦ ઉમેદવારો નોંધાયેલ છે.

જો કે આજે યોજાયેલ લોકરક્ષક દળની લેખિત પરીક્ષામાં ૧૨૬૫૦ ઉમેદવારો હાજર રહ્યા હતા અને ૪૦૮૫ ઉમેદવારો પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા.