મોરબી હાઇવે રક્ત રંજીત : ટેન્કર હડફેટ એક્ટિવા ચાલકનું મોત

- text


રાજકોટથી મોરબી માસીના ઘરે આવતા યુવાનને કાળ ભેટ્યો : અકસ્માત સ્થળે બીજો અકસ્માત : બે કાર અથડાઈ

મોરબી : રાજકોટ મોરબી હાઇવે ઉપર લજાઈ ચોકડી નજીક ધરતીધન હોટલ પાસે એક્ટિવા ચાલકને એમપી 09-એચ.એફ.5096 નંબરના ટેન્કર ચાલકે હડફેટ લેતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતની ઘટના બાદ તુરંત બીજો અકસ્માત થયો હતો જેમાં બે કાર અથડાઈ હતી.

ઘટના અંગે જાણવા મળ્યા મુજબ મોરબી હાઇવે ઉપર લજાઈ ચોકડી નજીક એકટીવા નંબર જીજે 3 એફએસ 5470 ને ટેન્કર નંબર એમપી 09-એચ.એફ.5096 વાળાએ હડફેટ લેતા એક્ટિવા ચાલક મકરાણીયા વિસ્મય હસમુખભાઈ ઉ.18, રહે રાજકોટ વાળાનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે એક્ટિવમાં બેઠેલાં મકવાણા દિગ્વિજય ઉ.18 નો બચાવ થયો હતો. વધુમાં આ બંને યુવાનો રાજકોટથી તેમના માસીના ઘરે મોરબી આવતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. અને અકસ્માત સર્જી ટેન્કર ચાલક નાસી છૂટ્યો હોવાનું બહાર આવ્યું છે.

બીજી તરફ આ અકસ્માત બાદ તુરંત જ બીજો અકસ્માત થયો હતો જેમાં બે કાર સામ – સામે ધડાકા ભેર અથડાઈ પડી હતી. અને રોડ ઉપર ટ્રાફિક જામ થયો છે જો કે, અકસ્માતની બબ્બે ઘટનાઓને પગલે ટંકારા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

- text

- text