મોરબીમાં ચોરી કરવાની હિલચાલ કરતો શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબીના સામાકાંઠે ત્રાજપર ચાર રસ્તા પાસે ગતમોડી રાત્રે દુકાનોમાં ચોરી કરવાના ઇરાદે ગંભીર હિલચાલ કરી રહેલા શખ્સને બી ડિવિઝન પોલીસે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટાફ ગતરાત્રે સામાકાંઠે પેટ્રોલીંગ કરી રહ્યો હતો .તે સમયે મોરબીના સામાકાંઠે આવેલા ત્રાજપર ચાર રસ્તા પાસે કાનજીભાઈ કરશનભાઇ દેલવાડિયા (ઉ.વ.23,રહે વેજીટેબલ રોડ ભીમસર મોરબી) નામનો શખ્સ ગતમોડી રાત્રે લુપતો છુપાતો અંધારામાં દુકાનોના તાળા ફફોસતો હોય ચોરી કરવાની વેતરણમાં હોવાનું લાગતા બી ડિવિઝન પોલીસે તેને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- text