મોરબીની સિવિલ હોસ્પિટલમાં19મીએ વિનામૂલ્યે હેલ્થ નિદાન તથા સર્જરી કૅમ્પ

- text


બાળકોના કપાયેલા હોઠ અને તાળવાનું નિદાન કર્યા બાદ વિનામૂલ્યે સર્જરી કરાશે

મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં આગામી તા.19ના રોજ મફત નિદાન તથા મફત સર્જરી કેમ્પ યોજાનાર છે. જેમાં મુખ્યમંત્રી અમૃતમ યોજના અને આયુષમાંન ભારત યોજનાના અનુસંધાને યોજાનાર આ કેમ્પમાં નવજાત શિશુથી 18 વર્ષ સુધી બાળકોને દાઝ્યા બાદર રહી ગયેલી ખોડખાંપણ તથા કપાયેલા હોઠ અને તાળવાનું નિદાન કર્યા બાદ વિનામૂલ્યે સર્જરી કરવામાં આવશે.

- text

મોરબીના ગાંધીચોકમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં ઓ.પી.ડી.વિભાગમાં તા.19ને શનિવારે સવારે 10 થી 12 વાગ્યે મુખ્યમંત્રી અમૃતમ યોજના ,.મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના ,આયુષમાન ભારત યોજના તથા સ્માઈલ ટ્રેન ગુજરાતના અનુસંધાને જનરલ હોસ્પિટલ મોરબી અને ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી તેમજ જયદીપ હોસ્પિટલ અમદાવાદના સયુંકત ઉપક્રમે વિનામૂલ્યે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં અમદાવાદના ખ્યાતનામ તબીબ ડો,જ્યૂલ કામદાર અને ડૉ.નિશ્રવલ નાયક ઉપસ્થિત રહીને બાળકોના રોગાઓનું નિદાન કરશે.અને મુખ્યમંત્રી અમૃતમ યોજના, આયુષમાન ભારત યોજના તથા સ્માઈલ ટ્રેન ગુજરાત યોજના હેઠળ નવજાત શિશુથી 18 વર્ષના બાળકોની સર્જરી તથા દાઝ્યા પછી રહી ગયેલી ખોડખાંપણ અને કપાયેલા તેમજ ફાટેલા તાળવાનું નિદાન કર્યા બાદ સંપૂર્ણપણે મફતમાં સર્જરી કરવામાં આવશે.તેથી આ કેમ્પનો લાભ લાભ લેવા ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર જનરલ હોસ્પિટલ અને ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસરે અનુરોધ કર્યો છે.

 

- text