મોરબીમાં એસ્ટ્રોસિટી કેસમાં નિર્દોષ છુંટકારો

- text


મોરબી : મોરબીમાં એટ્રોસીટીના કેસમાં પકડાયેલ બે આરોપીને નામદાર કોર્ટ નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો. આ કેસની ટુક વિગત જોઈએ તો મોરબીમાં શકત શનાળા ગામે રહેતા એવા ચંદુભાઇ છગનભાઇ, ઉ.વ. ૨૬ વાળાએ શહેર મોરબીમાં સીટી પો. સ્ટે. માં તા. ૦૯/૦૪/૨૦૧૧ ના રોજ ફરીયાદ કરેલી કે, આ કામે શહેર મોરબીના શકત શનાળા ગામે રહેતા અને શકત શનાળા ગામે રાજશકિત ચા ની હોટલ ધરાવતા ગજુભા સજુભા ઝાલા ઉ.વ.આ. ૩૫ વાળાની હોટલે ખુરશીમાં ફરીયાદી ચંદુભાઇ બેઠા હતા ત્યારે ગજુભાની ચાની હોટલમાં કામ કરતો આરોપી નં.૧ જૈના ઉર્ફે જીણા ઉમેદભાઇ છનીયારાએ ચંંદુભાઇની મશ્કરી, મજાક કરવા લાગતા તેને ચંદુભાઇએ ના પાડતા આરોપી જૈના ઉર્ફે જીણાએ ફરીયાદી ચંદુભાઇને બિભત્સ ગાળો આપવા લાગેલ.

- text

આ બંને આરોપીઓ સામે ઇ.પી.કો. કલમ ૩૨૩,૫૦૪,૧૧૪ બોમ્બે પોલીસ એકટની કલમ ૧૩૫ તથા અટ્રોસીટી એકટના કાયદાની કલમ ૩(૧)૧૦ મુજબની ફરીયાદ કરેલી. આ કામના બંને આરોપીઓને એટ્રોસીટી કેસના ગુન્હાના કામે એડી. એન્ડ સેશન્સ જજ ઉપાધ્યાયે જજમેન્ટ આપતા જણાવેલ કે બંને આરોપીઓને નિર્દોષ છોડી મુકવામાં આવે છે. આ કામે ધારાશાસ્ત્રી પી.ડી. માનસેેતા બંને આરોપીઓ તરફે રોકાયેલા હતા.

 

- text