માળીયા(મીં) પાલિકામાં ઉચાપત : તત્કાલીન ચીફ ઓફિસર, પ્રમુખ સહિત દસ વિરુદ્ધ ગુન્હો નોંધતી એસીબી

- text


માળીયા નગર પાલિકામાં તત્કાલીન ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને હાલ જસદણ મામલતદારે કરોડોના ખોટા બિલ બનાવી સતાનો દુરુપયોગ કરતા એસીબીની ઝપટે : તમામની ધરપકડ

મોરબી : મોરબી જિલ્લામાં માળીયા મામલતદાર સોલંકીએ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકેના ચાર્જ દરમિયાન કરોડોના ખોટા બિલ બનાવી ભ્રષ્ટાચાર આચરતા એસીબીએ હાલમાં જસદણ મામલતદાર તરીકે ફરજ બજાવતા સોલંકી સહિત તત્કાલીન માળીયા પાલિકા પ્રમુખ સહિતના દસ વિરુદ્ધ ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરતા ચકચાર જાગી છે.

માળીયા મિયાણા નગર પાલિકામાં તારીખ ૧૮/૪/૧૮ થી ૧૩/૫/૧૮ દરમ્યાન ઇન્ચાર્જ ચીફ ઓફીસર તરીકે ચાર્જ મા રહેલા મામલતદાર એમ એમ સોલંકી અને અબ્દુલ હુસેન મોવર (તત્કાલીન પ્રમુખ-માળિયા મિયાણા ન.પા.) સહીત લોકોએ સતાના દુરઉપયોગ કરી કરોડોના ભષ્ટ્રાચાર આચર્યો હતો. જેમાં વર્ષ ૨૦૧૫/૧૬ના રોડ રસ્તા ના કામ નહી કરી, આવા કામ કર્યા અંગે ખોટા બીલ બનાવી ખોટા દસ્તાવેજો બનાવી રૂ.૧,૦૮,૧૨,૫૯૫ની ઉચાપત કર્યાનું તપાસમાં ખુલ્યા બાદ આજે આ મામલે એન્ટીન કરપ્શન બ્યુરોના એમ.બી. જાની, ઇન્ચાર્જ પો. ઇન્સ. એ ફરિયાદી બની આરોપી (૧) એમ એમ સોલંકી, (તત્કાલીન ઇન્ચાર્જ ચીફ ઓફીસર, માળિયા-મિયાણા નગરપાલીકા, હાલ-મામલતદાર, જસદણ)(વર્ગ-૨), (૨) સુભાન અલારખા મેર, કરાર આઘારીત કર્મચારી વર્ગ-૩ ,(૩) અબ્દુલ કાદર ઇલીયાસ કટીયા, કરાર આઘારીત કર્મચારી વર્ગ-૩ , (૪) અબ્દુલ હુસેન મોવર(તત્કાલીન પ્રમુખ-માળિયા મિયાણા ન.પા.) રે. માળિયા -મિયાણા, તેમજ અન્ય ખાનગી વ્યક્તિ (૫) સલમાન હુસેન સંઘવાણી (૬)નુરમામદ અબ્દુલા ભટ્ટી (૭) દીલાવર ઇસુબ જામ (૮) હનીફ જુસબ કટીયા (૯) અલ્લારખા ઓસામણ જેડા (૧૦) પોપટ દેવજી ઘોળકીયા, વિરુદ્ધ ભ્ર.નિ.અધિ. ૧૯૮૮(સુધારો -૨૦૧૮) ની કલમ ૭(સી) ૧૨,૧૩,(૧),૧૩(૨) તથા ઇ પી કો કલમ ૪૬૫, ૪૬૭, ૪૭૭-એ, ૪૦૯,૧૨૦(બી), ૩૪મુજબ ગુન્હો નોંધી તમામની ધરપકડ કરી છે.

- text

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી નં-૧ ના ઓ ૧૮/૪/૧૮ થી ૧૩/૫/૧૮ દરમ્યાન માળીયા મીયાણા નગર પાલીકા મા ઇન્ચાર્જ ચીફ ઓફીસર તરીકે ચાર્જ મા રહેલ તે દરમ્યાન નં-૨ થી ૪ ના એ સાથે મળી વર્ષ ૨૦૧૫/૧૬ મા રોડ રસ્તા ના કામ નહી કરી, આવા કામ કર્યા અંગે નં-૫ થી ૧૦ ની મદદ મેળવી તેઓ ના નામ ના ખોટા બીલ રુ.૧,૦૮,૧૨,૫૯૫/- ના બનાવી ખોટા દસ્તાવેજો બનાવી, ખરા તરીકે ઉપયોગ કરી, સતા નો દુરઉપયોગ કરી, સરકારી નાણા ની ઉચાપત કરી, ગુનાહીત કાવતરું રચી, એક બીજા ની મદદગારી કરી ગુન્હો કરતા એસીબી દ્વારા વિધિવત ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. અને કેસની તપાસ સી જે સુરેજા, પો.ઇન્સ રાજકોટ ગ્રામ્ય એ.સી.બી. ચલાવી રહ્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text