વાંકાનેર દૂધની ડેરી સામે રૂમમાંથી યુવતીનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

- text


વાંકાનેર : શનિવારે સાંજે વાંકાનેર સીટી પોલીસને એક યુવતીની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ હોવાની માહિતી મળતાં પોલીસ વાંકાનેર સિંધાવદર રોડ પર આવેલ દૂધની ડેરીની સામેની હોટલ જેવી રૂમમાંથી રીંકલ દિનેશભાઇ સોલંકી ઉંમર વર્ષ ૨૧ ની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવેલ છે જ્યાં મામલતદારને બોલાવી સ્થાનિક જગ્યાનું પંચનામુ કરી યુવતીના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. જ્યાં પરિવારજનોની માંગને અનુસંધાને વાંકાનેર સીટી પોલીસ દ્વારા મૃતક યુવતીનું પેનલ ડોક્ટરો દ્વારા પીએમ કરાવવા માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.

મૃતક યુવતીના પિતા ડાયાભાઈ પ્રેમજીભાઈ સોલંકી રહે મિલ પ્લોટ વાંકાનેર વાળાએ વાંકાનેર સીટી પોલીસ ખાતે આ બાબતે ફરિયાદ આપેલ કે આ કામનો આરોપી સમીર તારમામદ બ્લોચ રહે અમરસર તા. વાંકાનેર વાળાએ ફરિયાદીની દીકરી રીંકલબેનને પોતે ખોટી ઓળખ આપી પ્રેમ સંબંધ બાંધેલ અને આ કામના મરણ જનાર રીંકલબેનને આરોપી સાચી ઓળખની જાણ થઈ જતાં તેઓએ આરોપી સાથેના સંબંધ કાપી નાંખતા આરોપીએ ફરિયાદીની દીકરીને અવારનવાર પોતાની સાથે સંબંધ રાખવા જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ફરિયાદીની દીકરીને મરવા મજબૂર કરતાં ફરિયાદીની દીકરી રીંકલબેન ગળેફાંસો ખાઇ મરણ જતાં ગુનો કર્યા અંગે ફરિયાદ આપતાં વાકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ આઈ પી સી કલમ ૩૦૬, ૪૧૯, ૫૦૬(૨) એસ્ટ્રોસિટી એક્ટ કલમ ૩ (૧) (૮) તથા ૩ (૨) (૫) તથા ૩ (૨) (૫) મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરેલ છે. આ બાબતની વધુ તપાસ વાંકાનેર સીટી પીઆઇ એમ.વી. ઝાલા ચલાવી રહ્યા છે

- text

આ મૃતક યુવતીના પરિવારજનોમાં બે નાની બહેન, એક નાનો ભાઈ અને તેના માતા-પિતા વાંકાનેર મિલપ્લોટ વિસ્તારમાં રહે છે અને આ મૃતક યુવતી પ્રાઇવેટ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતી હતી અને નાના ભાઈ-બહેનને અભ્યાસ કરાવતી હતી. યુવતીનો મૃતદેહ જોઈ તેમના માતા-પિતા ભાંગી ગયેલ અને પરિવારજનોમાં આક્રોશ ફેલાયેલ છે. આ બનાવની જાણ થતાં વાંકાનેર દલિત સમાજ પરિવારજનોને હૂંફ આપવા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવેલ છે.

- text