વાંકાનેરમાં વિદેશી દારૂની ૬૭ બોટલ સાથે બે ઝડપાયા

- text


પોલીસે રૂ. ૭૧,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો

વાંકાનેર : વાંકાનેરમાં વિદેશી દારૂની ૬૭ બોટલ સાથે પોલીસે બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓએ દારૂ કોની પાસેથી ખરીદ્યો તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરમા આવેલ લીંબાળા પાણીના સંપ પાસે ઓરડીમાં મુકેલ રૂ. ૨૩,૪૦૦ની કિંમતની વિદેશી દારૂની બોટલ સાથે અનિલ ઘનશ્યામભાઈ માલકીયા રહે. ગારીડા, વાંકાનેરવાળા તેમજ ભરત શિવાભાઈ ઝાલા રહે. સંપ પાસેની ઓરડીવાળાને પકડી પાડવામાં આવ્યા છે.

- text

પોલીસે રૂ. ૧૩,૪૦૦ના વિદેશી દારૂ સાથે રૂ. ૪૩,૬૦૦ની રોકડ તેમજ મોબાઈલ મળીને કુલ રૂ. ૭૧,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text