મોરબીમાં દારૂ ઢીંચેલા ત્રણ પકડાયા

- text


બે છાંકટા બનીને ફરતા તત્વો તેમજ એક પીધેલા સામે પોલીસની કાયદેસરની કાર્યવાહી : ટંકારામા પણ દારૂ પીધેલી હાલતમાં એક પકડાયો

મોરબી : મોરબી પોલીસે દારૂ પીને લથડીયા ખાતા ૨ શખ્સોને તેમજ પીધેલા બાઇક ચાલકને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે ટંકારા પોલીસે પણ દારૂ ઢીંચીને છાંકટા બનેલા એક શખ્સને પકડી પાડ્યો હતો.

મોરબી પોલીસે ગઈકાલે પીધેલાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં લાતીપ્લોટમાંથી સતુભા વાસુદેવભા મકવાણા, ઉ.વ. ૪૫, રણછોડનગરમાંથી વિવેક બળવંતભાઈ ઉ.વ. ૧૯ને દારૂ પીને લથડીયા ખાતા હોવાથી પકડી પાડ્યા હતા. આ સાથે દારૂ ઢીંચીને બાઇક લઈને નજરબાગ પાસેથી નીકળેલ સેજાદ અનવરભાઈ બુખારી ઉ.વ. ૨૫ રહે. રણછોડનગરવાળાને ઝડપી પાડવામાં આવ્યા હતા.

- text

આ સાથે ટંકારા પોલીસે સત્યમ કોટન કારખાના પાસેથી અશોક કાનજીભાઈ કોશિયા ઉ.વ. ૩૮ને પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા.

- text