ટંકારાના લજાઈ ગામેથી બોલેરો કારની ચોરી

ટંકારા : ટંકારાના લજાઈ ગામેથી બોલેરો કારની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આ મામલે એક રાજસ્થાની શખ્સ સામે ગુનો પણ નોંધ્યો હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટના રતનપર ગામે રહેતા સુનિલભાઈ શંકરસરન ગુપ્તાએ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે લજાઈ ગામેથી તેઓની જીજે ૧૨ સીડી ૨૨૫૭ નંબરની બોલેરો કાર અર્જુનસિંગ ગુલબસિંગ રહે. બાડમેર રાજસ્થાનવાળો ઉઠાવી ગયો છે. આ મામલે પોલીસે રાજસ્થાનના શખ્સ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.