ટંકારાના લજાઈ ગામે વિદેશી દારૂની ૭ બોટલ સાથે શખ્સ ઝડપાયો

ટંકારા : ટંકારાના લજાઈ ગામે પોલીસે ૭ બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે ચોકડી પાસે પોલીસે હરપાલસિંહ ઉર્ફે ભુટો વનરાજસિંહ ઝાલા ઉ.વ.૨૮ને રૂ. ૨૧૦૦ની કિંમતની ૭ વિદેશી દારૂની બોટલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.