હળવદના ‘જય ભીમ’ કલાસીસ ખાતે લોક રક્ષક દળની પરીક્ષાર્થીઓનો સેમિનાર યોજાયો

એકથી ત્રણ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને ડો.બાબા સાહેબ આંબેડકરના ફોટાવાળી ટ્રોફી એનાયત કરાઈ

હળવદ ખાતે ચાલતા નિઃશુલ્ક ‘જય ભીમ’ કલાસીસમાં પરિક્ષાર્થીઓના મોટીવેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એકથી ત્રણ નંબર મેળવેલ ભાઈઓ-બહેનોને ડો.બાબા સાહેબ આંબેડકરના ફોટાવાળી ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ તકે હળવદ પોલીસ મથકના પી.એસ.આઈ. તેમજ સામાજિક અગ્રણીઓ ઉપÂસ્થત રહ્યા હતા.
રવિવારે યોજાનાર લોક રક્ષક દળની પરિક્ષા સંદર્ભે હળવદના અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓનું માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. તો સાથો સાથ અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે શહેરમાં ચાલતા નિઃશુલ્ક ‘જય ભીમ’ કલાસીસમાં ગત બુધવારે લેવાનાર પ્રિ-એકઝામમાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય નંબર મેળવેલે વિદ્યાર્થીઓનું આજરોજ ઈનામ વિતરણ તેમજ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહેનોમાં પ્રથમ નંબર મેળવેલ રાઠોડ માયા પ્રવિણભાઈ, દ્વિતિય ઝાલા પુજા હરેશભાઈ તેમજ મકવાણા જયોતિ માવજીભાઈએ તૃતીય ક્રમાંક મેળવ્યો હતો જયારે ભાઈઓમાં રાઠોડ સુભાષચંદ્ર શિવલાલ પ્રથમ, સોલંકી ચંદુ મગનભાઈ દ્વિતિય નંબર તેમજ રાઠોડ પ્રકાશ કિશોરભાઈએ તૃતીય નંબર હાંસલ કરતા ડો.બાબા સાહેબ આંબેડકરના ફોટાવાળી ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે પી.એસ.આઈ. પી.જી.પનારા, વસંતભાઈ વધેરા, દિનેશભાઈ મકવાણા, જગદીશભાઈ, હિરાભાઈ રાઠોડ વિશેષ અતિથિ તરીકે ઉપÂસ્થત રહ્યા હતા અને પ્રાસંગીક પ્રવચનમાં પી.એસ.આઈ. પી.જી.પનારાએ માર્ગદર્શન આપી પરીક્ષાર્થીઓનો ઉત્સાહ વધારી પ્રોત્સાહીત કર્યા હતા અને સારા માર્કસ સાથે સફળતા મેળવો તેવી લોક રક્ષક દળની પરીક્ષા આપવા જતા પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. આ તકે ‘જય ભીમ’ કલાસીસના સંચાલક નરેન્દ્રભાઈ સોલંકી અને મયુરભાઈ પરમારે જહેમત ઉઠાવી સેમિનારને સફળ બનાવ્યો હતો.