મોરબીમાં મિલકત માપણીનો રીસર્વે શરૂ : લોકોને યોગ્ય સહકાર આપવા અપીલ

- text


મોરબી : મોરબી નગરપાલિકા દ્રારા જાન્યુઆરીથી તમામ મિલકત માપણીનો રીસર્વે હાથ ધરવામ આવ્યો છે.તેથી પાલિકા તંત્રએ તમામ આસમીઓને મિલકતના વેરાની પહોંચ તથા પ્રોપર્ટીકાર્ડની નકલ સર્વેટીમને આપવા તથા તમામ પ્રકારનો સહયોગ આપવની અપીલ કરી છે.

મોરબી નગરપાલિકા તંત્રે મિલકત માપનીના રીસર્વેની કામગીરી હાથ ઉપર લીધી છે.અને જાન્યુઆરીથી મોરબીમાં તમામ મિલકતોની માપણીનો રીસર્વે હાથ ધરવામાં આવ્યો છે.અને સરકાર દ્વારા નિમાયેલી એસ. એમ. બોધરા એન્ડ અમદાવાદ કંપની દ્વારા રિસર્વેની માપણીની કામગીરી હાથ ધરાશે.તેથી પાલિકા તંત્રએ શહેરની જનતાને જાહેર અપીલ કરી છે.આ એજન્સીની ટિમ મિલકતની માપણી કરવા આવે ત્યારે જરૂરી સાથ સહકાર આપવો અને પાલિકાના વિકાસ કામો કરવા માટે ખાસ આ વેરા વિભાગની કસમગીરી હોય તેથી તમામ આસમીઓએ પોતાની મિલકતની માપણી કરાવી નવી માપણી મુજબના કાર્પેટ એરિયા બેઇઝ પધ્ધતિના વેરા ભરી નગરપાલિકાને સહકાર આપવા અપીલ કરી છે.તેમજ શહેરીજનોને તેમની મિલકત વેરા ભર્યાની પહોંચ અને સિટીસર્વે પ્રોપર્ટીકાર્ડની નકલ સર્વેટીમને આપવાનો અનુરોધ કર્યો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text