મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં સ્ટાફ ઘટથી કામગીરી પર માઠી અસર

- text


30માંથી17 સ્ટાફની ખાલી જગ્યા : એક કર્મચારીને 3-3 ટેબલોની જવાબદારી : સમયસર પોસ્ટસેવા ન મળતા લોકોને હેરાનગતિ

મોરબી : દેશ અને દુનિયા ટેક્નોલોજીમાં ગમે તેટલા આગળ વધે પરંતુ પોસ્ટવિભાગ હજુ ત્યાનું ત્યાં જ રહ્યું છે.મોરબીની પોસ્ટસેવામાં લાંબા સમયથી ધાધિયા થઈ રહ્યા છે.તેનું એકમાત્ર કારણ પોસ્ટવિભાગમાં સ્ટાફધટની મોટી સમસ્યા કારણભૂત છે.30ના સ્ટાફની જગ્યાએ માત્ર 17નો જ સ્ટાફ હાજર હોવાથી એક કર્મચારીને 3-3 ટેબલોની કામગીરી સાંભળવી પડે છે.સરવાળે કામગીરીમાં માઠી અસર પહોંચે છે.અને લોકોને હેરાનગતિ ભોગવવી પડે છે.

મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં લાંબા સમયથી પોસ્ટની કોઈપણ સેવા સમયસર ન મળતી હોવાની અને આ પોસ્ટ સેવામાં ધાધિયા થતા હોવાની વારંવાર વ્યાપક ફરિયાદ ઉઠે છે.પોસ્ટ સેવામાં ધાધિયા થતા હોય એનું એકમાત્ર કારણ એ છે કે આ મુખ્ય પોસ્ટ ઓફિસમાં સ્ટાફની ઘણી ઘટ છે. જેમાં પોસ્ટ ઓફિસ માટે એક પોસ્ટ માસ્ટર, બે આસી.પોસ્ટ માસ્ટર 24 ક્લાર્ક સહિત 30નો સ્ટાફ મંજુર થયેલો છે.પરંતુ આ 30ના સ્ટાફમાંથી 17ના સ્ટાફની જગ્યા ખાલી છે.અને એક જ ફળવેલી પબ્લિક રિલેશન ઓફિસરની જગ્યા પણ ખાલી છે.ખાસ કરીને કલાર્કની મોટી અછત હોવાથી આ હાજર કર્મચારી પર કામનો વધુ બોજો આવે છે.અને એક કર્મચારીને 3-3 ટેબલોની કામગીરી કરવી પડે છે .તેથી માત્ર પાંચ મિનિટમાં થતા કામમાં અડધો કલાક જેવો સમય લાગે છે.

- text

આ સ્ટાફ ધટથી સ્પીડ પોસ્ટ, મર્ની ઓડર, વિવિધ સરકારી ભરતીના ફોર્મના પૈસા ભરવા સહિતની પોસ્ટ સેવા ખોરંભે ચડે છે .તેથી વૃદધો અને મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.ખાસ કરીને મર્નીઓડર સહિતની સેવાઓ સમયસર પોહોંચતી નથી .આ અંગે કાજલબેન ચંડીભમમરે પોસ્ટ વિભાગને ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી કે,જે તે પોસ્ટ ઓફિસ તરફથી અમારા પોલીસ સ્ટેશને મોકલેલા મર્નીઓડર 15 દિવસ સુધી મળ્યા નથી.આ મર્નીઓડરમાં પોલીસ સ્ટેશનના નામ જણાવેલું હોવા છતાં બીજા પોલીસ સ્ટેશને આ મર્નીઓડર પહોંચી ગયો હતો.અને અંતે અમને જ પરત મળ્યો હતો.તેથી તેમણે આ પોસ્ટસેવાના ધાધિયા અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text