મોરબી ઇન્કમટેક્સના દરોડા : કબૂતર બીલના આધારે કરોડોના વ્યવહાર ખુલ્યા

કબૂતર બીલના આધારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં થયેલા વેપાર ખુલ્લા : બોગસ પેઢીઓના નામે બેન્ક ખાતા ખુલ્યાનો પણ ધડાકો

મોરબી : મોરબીના કોરલ અને કૅપશન ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ દરોડા પડયાને ૪૮ કલાક વીત્યા બાદ પણ આઇટી વિભાગ દ્વારા સર્ચ – સર્વે ચાલુ રાખી કબૂતર બીલના રેકેટનો પર્દાફાશ કરી બોગસ પેઢીઓના બેન્ક એકાઉન્ટ ખોલી કરવામાં આવેલા વ્યવહાર શોધી કાઢતા સિરામિક લોબીમાં રીતસર ભૂકંપ આવ્યો હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થયાની ચોકવનારી હકીકત સામે આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કોરલ અને કૅપશન સિરામિક ગ્રુપમાં સતત ત્રીજા દિવસે પણ આઈટી વિભાગની કામગીરી યથાવત રહી હતી. ૪૮ કલાક બાદ આઈટી વિભાગને લાગ્યો સૌથી વધુ મોટા પુરાવા રૂપે કબૂતરબાજીનું કૌભાંડ ઝડપી લીધું છે અને ૩.૨૫ કરોડથી પણ વધુ રોકડ રકમ જપ્ત કરી
આઈટી વિભાગ દ્રારા ૨૬ જેટલા બેંક લોકર સિલ કર્યા છે તેમજ કરોડોના બેનામી વ્યવહારોના હિસાબી સાહિત્યને પણ કબ્જે કરાયુ હોવાનું બહાર આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ઇન્કમટેક્સ વિભાગે રેડ દરમિયાન વોટસ્અપ દ્રારા કરાતા રોકડ વ્યવહારને ખુલ્લો પાડી વોટસ્અપ ડેટા કબજે કરાયો છે. આ ઉપરાંત કબુતરબિલ મારફત વેપાર થતો હોવાની આંશકાએ બન્ને ગ્રુપ દ્વારા રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દિલ્હી સહીતના રાજ્યોમાં કરવામાં આવેલ માલ સપ્લાયના આંકડા પણ ચેક કરવામાં આવી રહ્યા છે. દરમિયાન આઈટી વિભાગની રેડમાં મોરબીની એક શ્રોફ પેઢીનુ નામ પણ ખુલ્યુ છે જેને પગલે મોરબીના શ્રોફ પેઢી ધારકોમાં ફફળાટ જોવા મળ્યો છે કારણ કે, મોરબીના મોટાભાગની શ્રોફ પેઢી સિરામિકના બે નંબરી વહીવટોમાં સંડોવાયેલ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en