મોરબીમાં યુવાનની હત્યાના કેસમાં પોલીસ અન્ય આરોપીઓને છાવરતી હોવાનો આક્ષેપ

- text


મોરબી : મોરબીના લીલાપર રોડ સાત હનુમાન મંદિર પાસે 13 ઓકટોબરે થયેલી યુવાનની હત્યાના બનાવમાં સ્થાનિક પોલીસ આરોપીઓને છાવરતિ હોવાનો મૃતકના વિધવા માતાએ આક્ષેપ કર્યો છે. સ્થાનિક પોલીસે આ બનાવમાં માત્ર 6 આરોપીની જ ધરપકડ કરીને અન્ય આરોપીઓ સામે કોઈ કાર્યવાહી ન કરતા મૃતકના વિધવા માતાએ એસ.પી.ને રજૂઆત કરીને આ બનાવમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

મોરબીના જેલ રોડ પર આવેલા બોરીચાવાસમાં રહેતા ગીતાબેન જીલુભાઈ ગોગરાએ જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી હતી કે, તેમના પુત્ર જયરાજભાઈ જીલુભાઈ ગોગરાની ગત તા.13 ઓકટોબરે લીલાપર રોડ સાત હનુમાન મંદિર પાસે હત્યા કરવામાં આવી હતી. જોકે આ બનાવમાં જે તે વખતે સ્થાનિક અમુક પોલીસ કર્મીઓની સંડોવણી હોવાનો આક્ષેપ કરાયો હતો. અને આ હત્યાના બનાવમાં હરપાલસિંહ દરબાર અને અન્ય 13 આરોપીઓ સામે એ ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી.અને પોલીસ સમક્ષ નિવેદનમાં પણ આ બનાવમાં સંડોવાયેલા અન્ય તમામ આરોપીઓના નામો લખવ્યા હતા. પરતું પોલીસે આ બનાવમાં માત્ર 6 આરોપીની ધરપકડ કરી છે. અને અન્ય આરોપીઓને પોલીસ છાવરતી હોવાનો આક્ષેપ કરીને તમામ આરોપીની તાત્કાલિક ધરપકડ કરી કડક કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા સમક્ષ માંગ ઉઠાવી છે. અને આ બનાવમાં મૃતકના વિધવા માતાએ તટસ્થ અને નિષ્ઠાપૂર્વક તપાસ કરીને યોગ્ય ન્યાય આપવાની જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text