ટંકારા નજીક તુફાને બાઈકને હડફેટે લીધું : બાઇકચાલકને ગંભીર ઇજા

અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા તુફાંચાલક સામે નોંધાતો ગુનો

ટંકારા : ટંકારા નજીક તુફાને બાઇકને હડફેટે લઈને અકસ્માત સર્જ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બાઈકચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત થતા તુફાનચાલક પોતાની તુફાન લઈને નાશી છૂટ્યો હિવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારાના છતર ગામ નજીક બજરંગ કોલ્ડ સ્ટોરેજ પાસે અયુન રફિક શેખ નામનો યુવાન બાઇક પર જતો હતો. આ વેળાએ પુર ઝડપે આવેલી જી.જે. ૦૩ ડબ્લ્યુ ૫૭૦૦ નંબરની તુફાને બાઈકને હડફેટે લીધું હતું. આ અકસ્માતમાં બાઈકચાલક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ અકસ્માત સર્જીને તુફાન ચાલક પોતાની તુફાન લઈને ફરાર થઈ ગયો હતો. બાદમાં યુવાનના પિતાએ આ મામલે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તુફાનચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.