હળવદમાં નેત્રયજ્ઞ અને સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ યોજાયો

- text


હળવદ : પ.પૂજ્ય શ્રી રણછોડદાશજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, ભારત સેવક સમાજ સુરેન્દ્રનગર તેમજ સમસ્ત હળવદ યુવા ગ્રુપ અને દવે પરિવારના સંયુક્ત ઉપક્રમે સ્વ.પ્રમોદભાઈ કેશવજીભાઈ દવેની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નિમિતે નેત્રયજ્ઞ અને રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું.

હળવદ ખાતે યોજાયેલ શ્રી સદગુરુ નેત્રયજ્ઞ કેમ્પમાં કુલ ૪૩૮ દર્દીઓએ આંખની તપાસ કરાવી જેમાંથી ૧૨૪ લોકોને આંખના મોતિયાનું નિદાન કરવામાં આવ્યું હતું. તેમજ ૧૦૧ દર્દીઓને વિનામૂલ્યે રાજકોટની શ્રી રણછોડદશજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ ખાતે ટ્રસ્ટની બસમાં ઓપરેશન કરવા માટે લઇ જવામાં આવ્યા હતા જેમાંથી ૬૧ ભાઈઓ અને ૪૦ મહિલા દર્દીઓ હતા.

સાથો સાથ સ્વૈચ્છીક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદના યુવાનો, મહિલાઓએ સ્વૈચ્છીક રીતે રક્તદાન કર્યું હતુ. આ તકે કેમ્પમાં ૧૧૭ રકતની બોટલ એકત્ર કરવામાં આવી હતી. જે સિવિલ હોસ્પિટલ કિડની વિભાગમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે.
આ સેવાકાર્યમાં પ.પૂ રણછોડદાશજી બાપુ હોસ્પિટલ, ભારત સેવક સમાજ, શ્રી સરસ્વતી શિશુમંદિર અને સમસ્ત હળવદ યુવા ગ્રુપ તેમજ દવે પરિવારના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી અને આ કાર્યમાં સહભાગી થનાર હળવદના સર્વે નાગરિકોનો દવે પરિવારે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text