વાંકાનેરના મહિકા ગામે મચ્છુ નદીના પટમાં ખાણખનીજ તંત્રના દરોડા : ખનીજ માફિયાઓ માં ફફળાટ

- text


ખાણ ખનીજ તંત્રની સરકારી ગાડીમાં ખનીજ માફિયાઓ પીછો કરતાં હોવાથી ખાનગી ગાડીમાં આવી રેડ પાડી, ડ્રોન કેમેરા દ્વારા નદીના વિડીયો લેવાયાં

વાંકાનેર : વાંકાનેર તાલુકામાંથી અસંખ્ય ગેરકાયદેસર રેતી ખનનની ફરિયાદો અને અખબારી અહેવાલોના સંદર્ભે આજે મોડું મોડું ખાણ ખનિજ તંત્ર આળસ મરડી વાંકાનેર તાલુકાના મહિકા ગામે થતી રેતી ચોરીમાં દરોડો પાડેલ. મોરબી ખાણ ખનીજ વિભાગે છેલ્લા બે-ત્રણ દિવસથી ખાનગી રાહે બાતમી મેળવી મોરબી થી ખાનગી ગાડીમાં મહીકા ગામે આવી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ ડ્રોન કેમેરા વડે નદીનું વિડિયો રેકોર્ડિંગ કરી ખનીજ માફિયા પર ત્રાટકેલ. ખનીજ અધિકારીઓ નદીમાં આવ્યાના સમાચાર મળતાં ખનીજ માફિયાઓમાં અફડાતફડી મચી ગયેલ અને રેતી ચારવાના મોટા ચાયણા નદીમાં મૂકી લોડરો ભાગી ગયેલ પરંતુ ડ્રોન કેમેરામાં લોડરોની તસ્વીર ઝડપાઈ જતાં તે લો લોડરોને ગોતીને ઝડપી પાડવામાં આવેલ છે.

- text

મહિકા ગામેથી આજે ખનીજ ખાતા દ્વારા બે લોડરો અને ત્રણ ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યા છે ઉપરાંત સ્થળ પરથી રેતી ચારવાળા બે મોટા ચાયણા ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસે આ બધો મુદામાલ રાખેલ છે અને વધુમાં સ્થળ પરથી કેટલા પ્રમાણમાં રેતી ચોરી થઈ તે બાબતની તપાસ આરંભી છે આશા રાખીએ આ વખતે ખાણ ખનીજ સાચી માપણી બતાવશે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text