ટંકારા નજીક બે કાર સામ સામી અથડાતા એકને ઇજા

- text


મોરબી : મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા નજીક બે કાર સામ – સામી અથડાતા એક વ્યક્તિને ઇજા પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા નજીક હોન્ડા અમેજ કાર લઈને જઈ રહેલા હસમુખભાઇ ચનાભાઇ ખીમસુરીયા, ઉ.વ.૫૦ ધંધો- વિમા કંપનીના સર્વેયર તરીકેનો રહે. રાજકોટ આફ્રીકા કોલોની ની બાજુમાં ૧૫૦ ફુટ રીંગ રોડ દર્શન સોસાયટી બ્લોક નંબર-૩૫ તા.જી. રાજકોટવાલા જતા હતા ત્યારે વેગનઆર ગાડી નંબર GJ-03CE-8945 વાળીના ચાલક સુરેશભાઇ રાંકજા રહે. રાજકોટ વાળાએ ફુલ સ્પીડમા અને બેફીકરાયથી રોંગ સાઇડમાં ગાડી ચલાવી આવી ફરીયાદીની કાર સાથે ભટકાડી જમણા પગમાં ઢીંચણની ઢાંકણીમાં ફેકચર જેવી ઇજા પહોંચાડતા ટંકારા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો.

- text

- text