મોરબીની મહિલા કોલેજનું બીકોમ સેમ-૫નું ૮૦ ટકા જેવું ઝળહળતું પરિણામ

- text


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ૪૫ ટકા પરિણામ : ફરી એક વખત કોલેજે પોતાનો દબદબો યથાવત રાખ્યો

મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા બી.કોમ. સેમેસ્ટર -૫ (ન્યુ કોર્ષ) નું માત્ર 45% જેટલું જ રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે‌. જેમાં મોરબીની શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે હંમેશા અગ્રેસર એવી આર.ઓ. પટેલ મહિલા કોલેજનું ઈંગ્લીશ મિડીયમનું રીઝલ્ટ 98% જેટલું રેકોર્ડબ્રેક અને ગુજરાતી મિડીયમનું રીઝલ્ટ 66% જેટલું મેળવી અને આમ એકંદરે બન્ને સાથે મળીને 80% જેટલું રીઝલ્ટ મેળવી મોરબી જિલ્લામાં દબદબો જાળવી રાખી કોલેજ પરીવારનું ગૌરવ વધાર્યું છે.

કોલેજમાં પ્રથમ નંબરે કાવર જાનકી જેરાજભાઈ 575/700 (યુનિવર્સિટી રેન્ક 11), બીજા નંબરે ખરચરીયા નિકીતા જીતેન્દ્રભાઈ 567/70‌0 (યુનિવર્સિટી રેન્ક 19) , ત્રીજા નંબરે પનારા ગાયત્રી જીતેન્દ્રભાઈ 554/700 અને ઝાલા ગાયત્રીબા યુવરાજસિંહ 554/700 (યુનિવર્સિટી રેન્ક 32), ચોથા નંબરે પરમાર નિકુ દિલીપભાઈ 546/700 (યુનિવર્સિટી રેન્ક 40) અને
પાંચમા નંબરે સગર પ્રિયા અશોકભાઈ 545/700 (યુનિવર્સિટી રેન્ક 41) માર્કસ મેળવી કોલેજ પરીવારનું નામ રોશન કર્યું છે.

- text

સર્વે વિધાર્થીનીઓને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ વલમજીભાઈ પટેલ, કોલેજના પ્રિન્સિપા અશ્વિનભાઈ ગામી, કોમર્સ વિદ્યાશાખાના એચ. ઓ. ડી. મયુરભાઈ હાલપરા તથા કોમર્સ વિદ્યાશાખાના સર્વે સ્ટાફગણ તરફથી વિધાર્થીનીઓને શૈક્ષણિક જગતમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text