મોરબીમાં તમામ જ્ઞાતિના લોકરક્ષક દળના ઉમેદવારો માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રહેવા જમવાની વ્યવસ્થા

- text


કોઈ પણ સમાજના ઉમેદવારો વિનામૂલ્યે સેવાનો લાભ લઇ શકશે : ભાઈઓ અને બહેનો માટે રહેવાની અલગ સુવિધા

મોરબી : મોરબીમાં આગામી તારીખ 6ને રવિવારના રોજ લોકરક્ષક દળની પરીક્ષા યોજાનાર છે. ત્યારે સેવાકીય કાર્યોમાં હમેશા અગ્રેસર રહેતા યંગ ઇન્ડિયા ગ્રૂપે બહારગામથી આવતા દરેક સમાજના ઉમેદવારોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેવા આશયથી તા. ૫ને શનિવારની રાત્રીના રહેવા, જમવાની સગવડો ઉપલબ્ધ કરી છે. જેમાં ભાઈઓ અને બહેનો માટે રહેવાની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

મોરબી સહિત રાજ્યભરના નિયત કરાયેલા પરીક્ષા કેન્દ્રો ખાતે લોકરક્ષક દળની પરીક્ષા આગામી તા. ૬ને રવિવારના રોજ લેવામાં આવનાર છે. ઉમેદવારોને અન્ય શહેરના પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવતા હોવાથી ઘણા ઉમેદવારોને અગવડતાનો સામનો કરવો પડતો હોય છે. દૂરથી પરીક્ષા આપનાર ઉમેદવારો પરીક્ષાના આગલા દિવસે જે તે કેન્દ્ર વાળા શહેરોમાં આવી જતા હોય છે. ત્યારે આગલા દિવસે રહેવાનો તેમજ જમવાનો ખર્ચ પણ ઉમેદવારોને થતો હોય છે.

- text

ત્યારે ઉમેદવારોને આવો કોઈ ખર્ચ ન કરવો પડે તેમજ હાલાકી ન વેઠવી પડે તે માટે મોરબીના જાણીતા એવા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા વિશેષ આયોજન ઘડવામાં આવ્યું છે. સેવાકીય કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેનાર યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા લોકરક્ષક દળના દરેક સમાજના ઉમેદવારો માટે પરીક્ષાના આગલા દિવસે તા. ૫ને શનિવારના રાત્રીના રહેવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે શુદ્ધ અને સાત્વિક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા આપવા આવનાર ભાઈઓ અને બહેનો માટે રહેવાની અલગ અલગ જગ્યાઓ ફાળવવામાં આવી છે. આ સેવાકાર્યમાં ગ્રૂપના પ્રમુખ દેવેનભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ ગ્રૂપના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. ત્યારે મોરબીમાં લોકરક્ષકની પરીક્ષા આપવા આવનાર બહારગામના તમામ સમાજના યુવક-યુવતીઓને નિઃશુલ્ક રહેવા અને જમવાની વ્યવસ્થાનો લાભ લેવા માટે નીચેના નંબર પર સંપર્ક કરવા નમ્ર વિનંતી કરાઈ છે.

પરીક્ષાર્થી યુવકો માટે સંપર્ક નંબર : 91379 44440 (જીતુભાઇ), 99139 45006 (વિજયભાઈ), 99793 54888 (રમેશભાઈ), 9824587875 (મનીષભાઈ)

પરીક્ષાર્થી યુવતીઓ માટે સંપર્ક નંબર : 9825488733 (કાજલબેન), 9601728800 (મંજુલાબેન)


મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text