ઓહોહો, મોરબીના રમેશ મહેતા મયુર બાપાનો આજે જન્મદિવસ

- text


 

મોરબી : નાની મોટી અનેક ગુજરાતી ફિલ્મોમાં કલાના ઓજસ પાથરનાર અને મોરબીના રમેશ મહેતા તરીકે જાણીતા મયુર પીઠડીયાનો આજે જન્મદિવસ છે.

આજના દિવસે જન્મેલ મોરબીના મયુર પીઠડીયાએ કુદરતની કારમી થપાટો હસતા મોઢે સ્વીકારી છે….મુકમ કરોતી વાચાલામ પંગુમ લંગયતે ગિરિમ અર્થાત જેનું દ્રઢ મનોબળ છે તેવા લોકો પગથી પાંગળા હોવા છતાં એવરેસ્ટ જેવા શીખરોને પણ સર કરી જાય છે, આવું જ કંઈક મોરબીના મયુર પીઠડીયા એટલે કે મયુરબાપાનું છે કિડનીની બીમારી હોવા છતાં જરાપણ નાસી પાસ થયા વગર ઘડિયાળના કાંટે જિંદગી જીવી જાણે છે અને કુદરત સામે કોઈ ફરિયાદ નથી.

અનેક ગુજરાતી ફિલ્મો ઉપરાંત ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના પ્રચાર પસાર માટે તેઓ ડોક્યુમેન્ટરી ફિલ્મોમાં કામ કરે છે અને હાલમાં ગુજરાતી ગીતોમાં પણ ધૂમ મચાવવાની સાથે મોરબી અપડેટની ઓફિસમાં મહત્વની કામગીરી કરી રહ્યા છે, આજે તેઓના જન્મદિવસે મિત્રો, સગા, સ્નેહીજનો તરફથી મોબાઈલ નંબર 97266 12854 ઉપર શુભકામનાઓ વરસી રહી છે.

- text

- text